- સુરતમાં વેપાર ધંધા માટે હવે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી
- 45થી વધુ વયના લોકોએ કોરોનાની વેક્સિન લેવી પડશે
- 45થી ઓછી વયના લોકોએ દર અઠવાડિયે કોરોના રિપોર્ટ કરાવવો પડશે
આ પણ વાંચોઃ ભાવનગરના મહુવામાં 5 દિવસીનું સ્વયંભૂ લોકડાઉન
સુરત: જો તમે 45 વર્ષની અંદર છો અને કોઈ પણ ઉદ્યોગ અથવા તો ધંધાર્થે પોતાની દુકાન લારી ચલાવો છો તો હવે સુરત મહાનગરપાલિકાનો આ નિયમ ચુસ્તપણે પાલન કરવું પડશે. શહેરના તમામ ઉદ્યોગોના માલિકો અને તેમના કર્મચારીઓને 45 વર્ષની અંદર હશે તો ફરજિયાત અઠવાડિયામાં એક વખત રેપિડ ટેસ્ટ કરવું પડશે અને નેગેટિવ આવ્યા બાદ જ તેઓ પોતાના ફરજ પર હાજર થઈ શકશે એટલું જ નહીં જે લોકો 45 વર્ષની બહાર છે તેમને વેકસીન લેવી ફરજિયાત છે.
આ પણ વાંચોઃ મહુવા માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ
લાઉડ સ્પીકર દ્વારા લોકોને વેક્સિન મૂકવા અંગે જાગૃત કરાયા
મનપા અધિકારી ગાયત્રી જરીવાલાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનમાં જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે ત્યારબાદ અલગ અલગ ટીમોની ફાળવણી કરવામાં આવી છે અને જ્યાં પણ વધુ લોકો હોય ત્યાં અમારી ટીમ પહોંચી જાય છે. ભાગળ ચાર રસ્તા ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં પણ લાઉડ સ્પીકર દ્વારા લોકોને વેકસીન મૂકવા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે..
તાત્કાલિક ધોરણે જેતે દુકાનો બંધ કરવામાં આવી
મનપા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત આ તમામ લોકોને આજે જ રસી મુકવા માટે કહેવામાં આવી રહ્યું છે. જે લોકો ની ઉંમર 45 વર્ષથી ઓછી છે. તેમના કોરોના રેપિડ ટેસ્ટનો રિપોર્ટ હોવો જરૂરી છે. જો રિપોર્ટ ન હોય તો તાત્કાલિક ધોરણે જેતે દુકાન બંધ કરવામાં આવી રહી છે. આ સાથે અત્યાર સુધી સેન્ટ્રલ ઝોનમાં 60 હજાર જેટલા વ્યક્તિ આપી દેવામાં આવ્યા છે. લોકો વધુમાં વધુ જાગૃત થાય તે માટે લાઉડ સ્પીકરની મદદથી વેક્સિન મુકવા માટે આહ્વાન કરવામાં આવી રહ્યું છે.