ETV Bharat / city

સુરતમાં ધારાસભ્યને 'કોરોના કાળમાં કયા હતાં?' પૂછનારાં વ્યક્તિને પોલીસ પકડીને લઈ ગઈ - આમ આદમી પાર્ટી

સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં કતાર ગામ વિસ્તારના ધારાસભ્યને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યાર બાદ આ વ્યક્તિને પોલીસ પકડીને લઈ ગઈ હતી. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે, હાલ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ધારાસભ્ય પ્રચાર માટે નીકળ્યાં હતાં. રાજુ જોધાણી અને તેના પિતા મગન જોધાણીએ કોરોના કાળમાં કયા હતાં એવો પ્રશ્ન પૂછતાં પોલીસ બન્ને પકડીને લઈ ગઈ હતી. જ્યારે ધારાસભ્યએ આ અંગે કહ્યું હતું કે, બન્ને લોકો નશામાં હતાં. એટલે પોલીસ બોલાવીને બન્નેને પકડાવી દીધાં હતાં. બન્ને લોકોને આખી રાત ચોકબજાર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યાં હતાં.

સુરતમાં ધારાસભ્યને 'કોરોના કાળમાં ક્યાં હતા?' પૂછનારા વ્યક્તિને પોલીસ પકડીને લઈ ગઈ

author img

By

Published : Feb 12, 2021, 7:39 PM IST

  • સુરતમાં બે વ્યક્તિને ધારાસભ્ય વિનુ મોરડિયાને પ્રશ્ન પૂછવો ભારે પડ્યો
  • બંને પિતાપુત્રએ ધારાસભ્યને પ્રશ્ન પૂછતાં ધારાસભ્યે પોલીસ બોલાવી
  • પોલીસે આખી રાત પિતાપુત્રને પોલીસ સ્ટેશનની બહાર બેસાડી રાખ્યાં

સુરતઃ એક તરફ સંવેદનશીલ સરકારની મોટી મોટી વાત કરતી ભાજપના જ ધારાસભ્યો ભાજપનું નામ ડૂબાડવા પાછળ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આવી જ એક ઘટના સામે આવી છે સુરતમાં. સુરતમાં ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા પ્રચાર માટે નીકળ્યા હતા. તે દરમિયાન બે પિતા-પુત્ર દ્વારા આ ધારાસભ્યને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, પરંતુ ધારાસભ્યએ જવાબ આપવાની જગ્યાએ બંનેને પોલીસ પાસે પકડાવી દીધા હતા. તેવો પિતા-પુત્રએ આક્ષેપ કર્યો હતો.

સ્થાનિકોએ ધારાસભ્ય પાસે હિસાબ માગતા ધારાસભ્ય અકળાયાં

આ અંગે આમ આદમીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ડભોલી વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં ભાજપની ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તે સમયે આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યને સોસાયટીના રહેવાસી હરિશ રાજુભાઈ જોધાણીએ કોરોના કાળમાં ક્યાં હતા સાહેબ? પ્રશ્ન પૂછ્યો હતો. આ ઉપરાંત સ્થાનિકોએ ધારાસભ્યને કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના કોઈ ઠેકાણા નહતા, અમારા પૈસાથી અમે અમારી સોસાયટીના રસ્તાઓ બનાવ્યા છે, અમને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કાયદા હેઠળ દંડ ભરાવ્યા ત્યારે ક્યાં હતા.

સુરતમાં બે વ્યક્તિને ધારાસભ્ય વિનુ મોરડિયાને પ્રશ્ન પૂછવો ભારે પડ્યો

હવે આ લોકો ઉપર ભરોસો ન મૂકાયઃ સ્થાનિકો

અમારા સોસાયટીના એક રહીશો દ્વારા ધારાસભ્યને સવાલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે પોતાના સવાલોના જવાબ આપવાને બદલે રાજુ જોધાણી અને 71 વર્ષીય પિતા મગન જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. આ બંને પિતા-પુત્ર આખી રાત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બેસાડી મુક્યા હતા. કાયદો ફક્ત તમારી માટે જ છે આ લોકો માટે નથી. કાયદાના રખેવાળો જ કાયદો તોડે તો કશું નઈ અને અમે લોકો કાયદો તોડયો તો જેલમાં જવું પડે. એક સામાન્ય નાગરિક સવાર પણ ન કરી શકે. હવે લાગે છે આ હક પણ અમારાથી છીનવાઈ ગયો છે.

કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા ઉપર આક્ષેપ

મગન જોધાણીએ જણાવ્યું હતું કે, મારો પુત્ર રાજુ ઘરે આવ્યો પછી અમે ભાજપના કાર્યક્રમમાં ગયા હતા. અહીં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ તમે દારૂના નશામાં આવ્યા છો. આમને બહાર કાઢી નાખો કહી અમને કાર્યક્રમમાંથી બહાર કઢાવી દીધા હતા. મેં એમ જણાવ્યું કે, હું સોસાયટીનો રહેવાસી છું ત્યારે પણ તેઓ ન માન્યા ત્યારે તેમના દ્વારા પોલીસ બોલાવીને અમને બે જણાને પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાયા હતા ત્યાં એમને આખી રાત બેસાડી રાખ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.