ETV Bharat / city

સુરતમાં ધારાસભ્યએ 4 સ્થળ પર 20 સેનિટરી પેડ મશીન મુકાવી જન્મદિવસ ઉજવ્યો

સુરતમાં એક ધારાસભ્યે અનોખી રીતે જ પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે. ધારાસભ્ય વીનુ મોરડિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે સુરતમાં 4 સ્થળ પર 20 સેનિટરી પેડ મશીન (Sanitary pad machine) મૂકાવ્યા હતા.

સુરતમાં ધારાસભ્યએ 4 સ્થળ પર 20 સેનિટરી પેડ મશીન મુકાવી જન્મદિવસ ઉજવ્યો
સુરતમાં ધારાસભ્યએ 4 સ્થળ પર 20 સેનિટરી પેડ મશીન મુકાવી જન્મદિવસ ઉજવ્યો
author img

By

Published : Jul 10, 2021, 5:33 PM IST

  • સુરતમાં ધારાસભ્ય વિનુ મોરડિયા (MLA Vinu Mordia in Surat)એ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ
  • ધારાસભ્ય વિનુ મોરડિયા (MLA Vinu Mordia)એ 4 સ્થળ પર 20 સેનિટરી પેડ મુકાવી જન્મદિવસ ઉજવ્યો
  • જરૂરિયાતમંદ મહિલાઓ (Women in need)ને વિનામૂલ્યે સેનિટરી પેડ (Sanitary pads) મળી રહે તે હેતુથી મૂકાયા મશીન

સુરતઃ શહેરમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ અલગ જ રીતે જન્મદિવસની ઉજવણી કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ ધારાસભ્યએ જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ મહિલાઓની મદદ કરવાના હેતુથી 4 સ્થળ પર 20 સેનિટરી પેડ મશીન (Sanitary pad machine) મૂકાવ્યા હતા. વિનુ મોરડિયા કતારગામ વિધાનસભાની બેઠક પરથી ધારાસભ્ય છે.

આ પણ વાંચોઃ Unique service for dogs: કાઠડાનો ચારણ પરિવાર દર મહિને ખવડાવે છે 6000 રોટલા અને 180 કિલો રબડી

મહિલાઓ 1 કે 2 રૂપિયાનો સિક્કો નાખી સેનિટરી પેડ મેળવી શકશે

સુરતમાં ધારાસભ્ય વિનુ મોરડિયા (MLA Vinu Mordia)એ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી, જેના કારણે ચારે તરફ તેમની ચર્ચા થઈ રહી છે. તેમણે પોતાના જન્મદિવસ નિમિતે 4 સ્થળો પર 20 જેટલા સેનિટરી મશીન (Sanitary pad machine)નું લોકાર્પણ કર્યું હતું. આ મશીનમાં 1 કે 2 રૂપિયાનો સિક્કો નાખી મહિલાઓ સેનિટરી પેડ (Sanitary pad)મેળવી શકશે. સુરતના સિંગણપોર, સીતારામ ચોક, મહાદેવ ફળિયું અને હરીઓમ સોસાયટી ખાતે આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જરૂરિયાતમંદ મહિલાઓ (Women in need)ને વિનામૂલ્યે સેનિટરી પેડ (Sanitary pads) મળી રહે તે હેતુથી મૂકાયા મશીન

આ પણ વાંચોઃ એક અનોખી આરાધના : ગુરૂગ્રંથ સાહેબજીને સોનાની શાહીથી લખી રહ્યા છે મનકીરત સિંહ

જરૂરિયાતમંદ મહિલાઓ માટે ઉપયોગી બનશે આ મશીન

ધારાસભ્ય વિનુ મોરડિયા (MLA Vinu Mordia)એ આ અંગે જાણાવ્યું હતું કે, આર્થિક રીતે સક્ષમ મહિલાઓ તથા શરમના કારણે મહિલાઓ કપડાંનો ઉપયોગ કરે છે. આથી મહિલાઓ બીમારીનો ભોગ પણ બને છે ત્યારે આવી મહિલાઓ અને દિકરીઓ માટે ઉપયોગી થઈ શકે તે માટે આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહિલાઓ અને દીકરીઓ માટે ઉપયોગી થઈ શકે તે માટે આ સેનિટરી પેડ મશીન (Sanitary pad machine) મૂકવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.