- સેન્ટરો ઓછા હોવાથી દર્દીઓને હાલાકી
- ગંભીર હાલતમાં દાખલ દર્દીઓના ફિંગરપ્રિન્ટ હોસ્પિટલમાં લઈ શકાય
- મા વાત્સલ્ય કાર્ડ નો લાભ લેવા દર્દીઓ હેરાન
સુરત: મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખેલા ગંભીર દર્દીઓને લાઈનમાં ઉભા કરી દેવાયા હતા. સરકારે ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ઓનલાઈન કરી દેવાઈ હોઈ છતાં સેવાનો લાભ લેવા ઈમરજન્સી વોર્ડમાં દાખલ લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે છે.
દર્દીઓને જીવના જોખમે હોસ્પિટલથી હેલ્થ સેન્ટર પર જવું પડે છે
ગંભીર બિમારીઓથી પિડાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વાત્સલ્ય કાર્ડ યોજના બનાવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબ પરિવારના લોકો પોતાની પસંદગી ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. સુરતમાં માં વાત્સલ્ય કાર્ડનો લાભ લેવા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંભીર હાલતમાં દાખલ દર્દીઓને જીવના જોખમે હોસ્પિટલથી હેલ્થ સેન્ટર પર જવું પડે છે. મા કાર્ડ કઢાવવા દર્દીઓ કલાકો લાઈનમાં ઉભા રહ્યા હતા. સુરત શહેરના દિલ્લી ગેટ ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં ધીરજ પાટીલ નામના વ્યકિત મણકાના ઓપરેશનની સારવાર માટે દાખલ થયા હતા. ધીરજ ભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મણકાના ઓપરેશનનું ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા. જેથી તેમણે રાજ્ય સરકારની માં વાત્સલ્ય કાર્ડનો લાભ લેવા અરજી કરી હતી. માં કાર્ડ કઢાવવા ધીરજ ભાઈના પિતા તેમને ગંભીર હાલતમાં મનપાની એમ્બ્યુલન્સ મારફત કતારગામ હેલ્થ સેન્ટર પર લઈ ગયા હતા. લાઈનમાં ઉભા રહેવાની નોબત પડી હતી. ધીરજ ભાઈને મણકામાં એવી પીડા હતી કે તેવો ઉભા કે ચાલી પણ નથી શકતા. તેમને હેલ્થ સેન્ટર દ્વારા સ્ટ્રેચર પણ આપવામાં આવ્યુ ન હતું.
![સુરતમાં મા અમૃત કાર્ડ કાઢવા ICUના ગંભીર દર્દીઓને લાઈનમાં ઉભું રહેવું પડે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-maamrutam-10057_28012021115941_2801f_1611815381_592.jpg)
પુણાગામમાં રહેતા હૃદય બંધ થઈ જતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તબીબોએ મમતા બેનના હાર્ડમાં પ્રેસ મેકર મુકવા ઓપરેશનના રૂપિયા 4 લાખ કરતા વધુનો ખર્ચ હોવાનું જણાવાયું હતું. મમતા બેનની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મમતાબેનને મા કાર્ડ કઢાવવા અરજી કરી હતી. મા કાર્ડ કાઢવા મમતાબેનને 108 મારફત ગંભીર હાલતમાં કતારગામ હેલ્થ સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા. ગંભીર હાલતમાં દાખલ દર્દીઓના ફિંગરપ્રિન્ટ હોસ્પિટલમાં જઈ લઈ શકાય છે પરંતુ સેન્ટરો ઓછા હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે તો બીજી બાજુ દર્દીઓને સારવાર માટે ગંભીર હાલતમાં મા કાર્ડ કઢાવવા કલાકો લાઈનમાં રહેવું પડે છે.