- LICના ખાનગીકરણને લઈને કર્મચારીઓમાં રોષ
- સુરત ડિવિઝનના કર્મચારીઓએ કર્યો વિરોધ
- પડતર માગણીને લઈને કર્મચારીઓ મેદાને
- એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા કર્મચારીઓ
સુરત: એક દિવસની રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં LIC સુરત ડિવિઝનના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ જોડાયા હતા. તમામ કર્મચારીઓ મુગલીસરા ખાતે આવેલી મુખ્ય કચેરી બાહર એકત્ર થઈ સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. એલઆઈસીના કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભારત સરકારની નીતિ કર્મચારી વિરોધી, લોક વિરોધી, ખેડૂત વિરોધી છે.
LICના દરેક કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કિમ-1995 ચાલુ કરવા માગ
કર્મચારીઓની માગ છે કે, નવી પેન્શન પદ્ધતિ (NPS)ને રદ કરી LICના દરેક કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કિમ-1995 ફરીથી ચાલુ કરવામાં આવે. વર્ગ-4માં ભરતી કરાય અને જાહેર ક્ષેત્રોને ખાનગીકરણ કરવામાં ન આવે. આ તમામ વિવિધ માંગણીઓના સંદર્ભમાં કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા.