ETV Bharat / city

સુરતમાં સૂર્યપૂત્રી તાપી નદીનું જળસ્તર વધતા ફ્લડ ગેટ બંધ કરવાનો નિર્ણય કરાયો, 90 લોકો સલામત સ્થળે ખસેડાયા

સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સૂર્યપૂત્રી તાપી નદીનું જળસ્તર વધી ગયું છે. એટલે હવે ફ્લડગેટ (Flood gate) બંધ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ અહીંના 90 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાએ (SMC) જહાંગીરપૂરાના હનુમાન ટેકરીમાં આવેલી ઢીંગરી ઓવરાનો એક ફ્લડ ગેટ બંધ કરી ડી-વોટરિંગ પમ્પ વડે વરસાદી પાણીનો તાપી નદીમાં નિકાલ કરવાની કામગીરી શરૂ કરી હતી.

author img

By

Published : Sep 30, 2021, 3:36 PM IST

સુરતમાં સૂર્યપૂત્રી તાપી નદીનું જળસ્તર વધતા ફ્લડ ગેટ બંધ કરવાનો નિર્ણય કરાયો, 90 લોકો સલામત સ્થળે ખસેડાયા
સુરતમાં સૂર્યપૂત્રી તાપી નદીનું જળસ્તર વધતા ફ્લડ ગેટ બંધ કરવાનો નિર્ણય કરાયો, 90 લોકો સલામત સ્થળે ખસેડાયા
  • સૂર્યપૂત્રી તાપી નદીનું જળ સ્તર વધતા ફ્લેડગેટ બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો
  • ડી- વોટરિંગ પમ્પ વડે વરસાદી પાણીનો તાપી નદીમાં નિકાલ કરવા માટેની કામગીરી શરૂ
  • નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું હતું

સુરત: મહાનગરપાલિકાએ જહાંગીરપુરાના હનુમાન ટેકરીમાં આવેલા ઢીંગલી ઓવરાનો એક ફ્લડ ગેટ બંધ કરી ડી-વોટરિંગ પમ્પ વડે વરસાદી પાણીનો તાપી નદીમાં નિકાલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં કરી છે. અહીં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સૂર્યપૂત્રી તાપી નદીનું જળસ્તર વધી ગયું છે, જેના કારણે ફ્લેડગેટ બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત 90 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું

મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ

ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જહાંગીરપુરાની હનુમાન ટેકરીમાં આવેલા ઢીંગલી ઓવારાનો ફ્લડગેટ પાલિકાએ તકેદારીના ભાગરૂપે બંધ કર્યો છે. વરસાદી પાણીનો નિકાલ કરવા 2 સબ-મર્શિબલ મોટર મૂકી નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકાનો મોટો સ્ટાફ આ કામગીરીમાં કામે લાગ્યો છે. ડી-વોટરિંગ પમ્પ વડે વરસાદી પાણીનો નિકાલ કરવા પાલિકા તંત્ર એલર્ટ મોડ પર રહી કામગીરી બજાવી રહ્યું છે.

અધિકારીઓ પણ સવારના 6 વાગ્યાથી કામે લાગ્યા

સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટર સહિત ફાયરનો મોટો કાફલો કામગીરીના સ્થળે જોવા મળ્યો છે. અધિકારીઓ પણ સવારના 6 વાગ્યાથી કામે લાગ્યા છે. ફ્લડગેટ બંધ કરાતા ડી-વોટરિંગ પમ્પ વડે વરસાદી પાણીનો તાપી નદીમાં સીધો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં સુધી હવામાન વિભાગની આગાહી રહેશે ત્યાં સુધી ફાયરની ટીમ સ્થળ પર તહેનાત રહેશે. જ્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી રહ્યા છે.

ડી- વોટરિંગ પમ્પ વડે વરસાદી પાણીનો તાપી નદીમાં નિકાલ કરવા માટેની કામગીરી શરૂ

90 લોકોનું સ્થળાંતર કરાયું

ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું હતું. આ ઉપરાંત સુરતની ખાડીઓનું લેવલ પણ વધ્યું હતું. જેને લઈને ફાયર વિભાગની ટીમ પણ ખાડી કિનારે તહેનાત કરી દેવામાં આવી છે. રાત્રિના સમયે 90 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝોનમાં આવેલા ડક્કા અને નાવડી ઓવરા પાસેથી 44 વ્યક્તિ અને રાંદેર ઝોન આવેલા રેવા નગર અને પાલ આર.ટી.ઓ પાસેથી 46 વ્યક્તિઓ મળી કુલ 90 વ્યક્તિઓને સલામત સ્થળે શિફ્ટ કરાયા હતા. આ શિફ્ટ કરાયેલા લોકોની મેયર હેમાલીબેન બોઘવાલાએ મુલાકાત પણ લીધી હતી. અને તેઓના રહેવાની અને જમવાની સુવિધા પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુલાબ વાવાઝોડાના કારણે ભાવનગરમાં ધોધમાર વરસાદ, માલણ, બગડ અને રોજકી ડેમ overflow

આ પણ વાંચોઃ જૂનાગઢમાં 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે તમામ જળાશયો Overflow

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.