સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેનો પૂર્વ પ્રેમી હેરાન (Terror of mad lover in Surat) કરતો હતો. ત્યારે આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપી સુરેશગિરી ભાણગીરીને પકડી પાડ્યો હતો.
શહેરમાં મહિલાની સુરક્ષા અંગે ઊઠ્યા પ્રશ્નો - શહેરમાં મહિલાઓની સુરક્ષા સામે હજી (Risk to women safety in Surat) પણ સવાલો ઉઠી રહ્યા છે. જેમાં વધુ એક મહિલા ભોગ બનતા બનતા બચી જવા પામી હતી. શહેરના વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારના ઘરે 2 દિવસ અગાઉ તેની પત્નીનો પૂર્વ પ્રેમી વતન ગીર સોમનાથથી આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું મરી જાઉં છું, તું પણ મારી સાથે આવ. પરિણીતાએ ઇન્કાર કરતા તે તેને તમાચા મારી ભાગી ગયો હતો.
આરોપીએ પરિણીતાને આપી ધમકી - આરોપી બીજા દિવસે ફરી તે સોસાયટીમાં (Terror of mad lover in Surat) આવ્યો હતો અને પરિણીતાના નામની બૂમો પાડતા ધમકી આપી હતી કે, તું મારી સાથે આવી જા, નહીં આવે તો તને અને તારા પતિને મારી નાખીશ. આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ ગીર સોમનાથની વતની 22 વર્ષીય પરણીતા ત્રણ વર્ષ અગાઉ તેના ઘરે રિનોવેશન દરમિયાન પ્લાસ્ટરની મજૂરી કામ માટે આવતા આરોપી સુરેશગિરી ભાણગીરી મેઘનાર્થી સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે, એક વર્ષ બાદ અણબનાવ થતા સબંધ તોડી નાખ્યો હતો.
આ પણ વાંચો- Surat Suicide Case: હોટેલના માલિક સાથે પ્રેમ સંબંધમાં રીસેપ્શનીસ્ટએ આત્મહત્યાનું પગલું ભર્યું
આરોપીએ પોતાના હાથે બ્લેડ મારી દીધી - પરિણીતાએ સુરતમાં કામ કરતા યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે, ત્યારબાદ પૂર્વ પ્રેમીએ પરણીતાને વારંવાર મેસેજ કરીને હેરાન કરી હતી. તેમ જ તેણે ઘરે આવીને ઝઘડો પણ કર્યો હતો. છેવટે પાગલ પ્રેમી આરોપીએ પોતાના હાથે બ્લેડ મારી દીધી હતી. બાદમાં યુવતીએ તેના પતિને ફોન કરતા આરોપી સુરેશગીરી ભાણગીરી ભાગી ગયો હતો. જોકે વધુ એક વખત માથાકૂટ થતા પરિણીતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી (Accused arrested in Varachha) આગળની કાર્યવાહી હાથ ધરી છે.