ETV Bharat / city

સુરતમાં બાઇકનો EMI ન ભરતા એક મિત્રએ મિત્ર પર કર્યો હુમલો

સુરતના કતારગામમાં એક મિત્રએ પોતાના સાથીઓ સાથે મળી પોતાના જ મિત્ર પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

surat
બાઇકનો EMI
author img

By

Published : Aug 17, 2020, 1:43 PM IST

  • સુરતમાં મિત્રે પોતાના સાથીઓ સાથે મળી પોતાના જ મિત્ર પર હુમલો કર્યો
  • પોલીસે CCTVના આધારે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી

સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં અજીબો ગરીબ ઘટના બની હતી.જેમાં એક મિત્રએ પોતાના સાથીઓ સાથે મળી પોતાના જ મિત્ર પર હુમલો કર્યો હતો. હુમલા પાછળનું કારણ જાણીને હર કોઈ આશ્ચર્યમાં મૂકાઈ જાય તેમ છે કારણકે મિત્રએ બાઇક ખરીદી વખતે પોતાના મિત્રને ગેરેન્ટર બનાવ્યા હતા પરંતુ હપ્તા નહીં ભરવાના કારણે ગેરેન્ટેડ મિત્રએ પોતાના સાથીઓ સાથે મળી મિત્ર પર હુમલો કર્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ફરિયાદ નોંધી આરોપી મિત્ર અને તેના એક સાથીની ધરપકડ કરી છે.

સુરતના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા બહુચર નગર સોસાયટીમાં ચિરાગ પરમાર રહે છે. થોડા મહિના પહેલા તેને ટુ વ્હીલર લોન પર લીધેલું હતું ,જેમાં પોતાના મિત્ર રાજન રાઠોડ અને રમીલા રાઠોડને ગેરન્ટરમાં મુક્યા હતા, પરંતુ બેન્કના હપ્તા ન ભરતા બેન્ક દ્વારા ઉઘરાણી ગેરન્ટર પાસે કરવાની શરૂ કરાઇ હતી.

જેથી મિત્ર રાજન વારંવાર ચિરાગને હપ્તા ભરવાનું કહેતો હતો, પરંતુ ચિરાગ દ્વારા EMI ન ભરાતા અંતે કંટાળીને મિત્ર રાજને પોતાના અન્ય સાથીઓ સાથે મળી ચિરાગ ઉપર હુમલો કર્યો હતો.

રાજન અને તેના અન્ય સાથીઓ જ્યારે ચિરાગને માર મારી રહ્યા હતા તે સ્થળે પર રહેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ હતી. ચિરાગે આ સમગ્ર ઘટના અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રાજન રાઠોડ સહિત તેના અને એક સાથીની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.