સુરતઃ શહેરના કોઝવે પર ગઈકાલે (શુક્રવારે) સાંજે 2 બાળકો અને એક બાળકી તાપી નદીમાં ન્હાવા ગયા હતા, પરંતુ પાણીનું વહેણ હોવાથી આ ત્રણેય જણા તણાઈ (Childrens drowned in the Tapi river) ગયા હતા. જોકે, ફાયર વિભાગને જાણ કરતા ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી બાળકોની શોધખોળ હાથ ધરી હતી. જોકે, આસપાસના લોકોએ તાત્કાલિક બાળકને બચાવી (Rescue of children from Tapi river of Surat) લીધો હતો, પરંતુ તેનું મોત થઈ ગયું હતું.
આ પણ વાંચો- Death By Drowning In Valsad: વલસાડના કુંડી ગામમાં તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના મોત
ત્રણેય બાળકો પાણીના વહેણમાં તણાઈ ગયા - આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના કોઝવે પાસે આવેલા ઈકબાલ નગરમાં રહેતા એક જ પરિવારના ત્રણ બાળકો તાપી નદીમાં ન્હાવા ગયા હતો. જોકે, નદીમાં પાણીનું વહેણ ઘણું હોવાથી ત્રણેય બાળકો તણાઈ (Childrens drowned in the Tapi river) ગયા હતા. જોકે, ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને એક બાળકને શોધી કાઢ્યું હતું. જ્યારે આસપાસના લોકોએ એક બાળકને બચાવ્યો (Rescue of children from Tapi river of Surat) હતો, પરંતુ ત્યારબાદ તેનું મોત થયું હતું. જ્યારે અન્ય એક બાળકનો મૃતદેહ મકાઈ પુલ નીચેથી મળ્યો હતો.
આ પણ વાંચો- Teenagers Drown in lake : લાઠીના દૂધાળામાં ડૂબી જવાથી 5 કિશોરોના મોત, નારણ સરોવરમાં બની ઘટના
ગરમીથી રાહત મેળવવા ગયેલા બાળકોને નદીમાં ન્હાવું પડ્યું ભારે - ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી ગરમીનો પારો 40થી 41 ડિગ્રીએ છે. ત્યારે ગરમીથી રાહત મેળવવા શહાદતઅલી શાહ, મોહમ્મદકર્મલી શાહ અને સામું ખાતીમ નામના ત્રણ બાળક તાપી નદીમાં ન્હાવા (Childrens drowned in the Tapi river) ગયા હતા. ત્યારે જ ત્રણેય બાળકો નદીમાં ડૂબી જતા સમગ્ર પરિવાર શોકમાં જોવા મળ્યો હતો. આ પરિવાર ભંગારનું કામ કરે છે. તેવામાં તેમની ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.