ETV Bharat / city

સુરતમાં સ્થાનિકોની રજૂઆત ન સાંભળતા AAPના કાર્યકર્તાઓએ ખાડીની સફાઈ કરી - પુણા પશ્ચિમ વિસ્તાર

સુરતમાં ચોમાસા પહેલા ખાડીની સફાઈ કરવામાં ન આવી હોવાથી આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકર્તાઓએ ભેગા મળીને પૂણા વિસ્તારમાં ખાડીની સફાઈ કરી હતી.સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કોઈ નીવેડો ન આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ સફાઈનું કામ જાતે કરવું પડ્યું હતું.

સુરતમાં સ્થાનિકોની રજૂઆત ન સાંભળતા AAPના કાર્યકર્તાઓએ ખાડીની સફાઈ કરી

author img

By

Published : Jun 5, 2021, 1:03 PM IST

  • સુરતમાં ચોમાસા દરમિયાન ખાડીમાં પૂરની સમસ્યા સર્જાય છે
  • પૂણા, લીંબાયત, પર્વતગામ સહિતના વિસ્તારમાં ભરાય છે પાણી
  • ખાડીની આસપાસની સોસાયટીઓ પાણીમાં થઈ જાય છે ગરકાવ

સુરતઃ ખાડીમાં ચોમાસા દરમિયાન પૂણા, લીંબાયત, પર્વતગામ સહિતના વિસ્તારોમાં ખાડી પૂરની સમસ્યા સામે આવે છે. તેના કારણે ખાડીની આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. ગયા વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તે દરમિયાન વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ખૂબ જ ગંદકી જમા થઈ ગઈ છે.

ખાડીમાં નાવડી ઉતારી સફાઈ અભિયાન કરાયું
ખાડીમાં નાવડી ઉતારી સફાઈ અભિયાન કરાયું

આ પણ વાંચો- જામનગર: કોવિડ હોસ્પિટલમાં બે સફાઈ કામદાર મહિલાઓને માર મારવામાં આવ્યો

ખાડીમાં નાવડી ઉતારી સફાઈ અભિયાન કરાયું

ખાડીમાં ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે, જેના કારણે સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નીવેડો નથી આવ્યો. હવે આ અંગે આપ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલે પણ સંકલન મિટિંગમાં કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર તેમ જ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત હતી. ખાડીની સાફ સફાઈ બાબતે કોર્પોરેટરો અને કાર્યકરો પૂણા વિસ્તારની ખાડીએ પહોચ્યા હતા અને ખાડીમાં નાવડી ઉતારી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

ખાડીની આસપાસની સોસાયટીઓ પાણીમાં થઈ જાય છે ગરકાવ

આ પણ વાંચો- આણંદના યુવાનની અનોખી સેવા, એમ્બ્યુલન્સની કરે છે વિનામૂલ્યે સફાઈ

Conclusion:અનેક રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરી નહી : આપ કોર્પોરેટર

વોર્ડ નબર 16ના આપના નગરસેવક પાયલ પટેલ જણાવ્યુ કે, મારા વિસ્તાર વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઈ ગઈ છે. અગાઉ અમે સંકલન મિટિંગમાં કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. આ ખાડી કિનારે આવેલી સોસાયટીના તમામ રહીશો દ્વારા લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. અગાઉ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી હતી. તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતા. જેથી આજે અમે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.