ETV Bharat / city

સુરતમાં યુવક ઊંધો સુતા ગુપ્તાંગમાં ફેક્ચર થયો - facher

સુરતમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં ઊંધા સુતેલા 22 વર્ષીય યુવકના ગુપ્તાંગમાં ફેક્ચર થયો હતો.યુવકને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમના તબીબોએ સમયસર સર્જરી કરી યુવકનો જીવન બચાવ્યો હતો.

સુરત સિવિલ હોસ્પિટલ
સુરત સિવિલ હોસ્પિટલ
author img

By

Published : Jul 28, 2021, 12:31 PM IST

  • ઊંધા સુતેલા 22 વર્ષીય યુવકના ગુપ્તાંગમાં ફેક્ચર
  • યુવકને સિવિલ હોસ્પિટલ લઇ જવાયો
  • તબીબોએ કરી સર્જરી

સુરત: શહેરમાં એક 22 વર્ષીય યુવાના ઉંધુ સુઇ જતા તેના ગુપ્તાંગમાં ફેક્ચર થઇ ગયું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઉત્તરપ્રદેશનો રહેવાસી યુવક સારવાર અર્થે આવ્યો હતો. યુવક ઊંધા સુતા ગુપ્તાંગમાં ફેક્ચર થઈ જતા તબીબો પણ સાંભળી ચોકી ઉઠ્યા હતા.યુવક ઊંધો સૂઈ જતા તેના ગુપ્તાંગની નસો તૂટી ગઈ હતી જેને લીધે લોહીનો ગાઠ્ઠો જમતા તેના ગુપ્તાંગમાં સોજો થઈ ગયો હતો. સોજો થતા દુખાવો શરૂ થયો હતો જેથી યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના રિપોર્ટમાં ગુપ્તાંગમાં ફેક્ચર થયું હોવાનું નીકળતા ડોકટરો ચોકી ઉઠ્યા હતા.જોકે સમયસર યુવકની સર્જરી કરીને ડોક્ટરે તેનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો : છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોત

ડૉક્ટરે સમયસર સર્જરી કરી યુવકનું જીવન બચાવ્યું

નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ નીલેશ વર્માએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ ટ્રોમા સેન્ટરમાં એક યુવક સારવાર અર્થે આવ્યો હતો તેના ગુપ્તાંગમાં ડેમેજ હતું. ડોક્ટરોની ટીમ દ્વારા તેનો રિપોર્ટ કાઢી સમયસર સર્જરી કરવામાં આવી હતી. તબીબે કહ્યું કે, વર્ષમાં એકાદ કેસ આવા આવતા હોય છે.જોકે હાલ યુવકની સર્જરી કરતા તેની તબિયત સારી છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી, 4 લોકોના મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.