- સુરત ગ્રામ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરી ઝડપી બની
- સુરત ગ્રામ્યમાં 24 કલાકમાં 1,350 લોકોએ વેક્સિન લીધી
- 60 વર્ષથી વધુ વયના 177 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો
સુરતઃ ગ્રામ્યમાં આરોગ્ય વિભાગ વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચલાવી રહી છે. આરોગ્ય વિભાગે 1,350 લોકોને વેક્સિન આપી હતી. 60 વર્ષથી વધુ વયના 177 લોકોને પ્રથમ ડોઝ અને 59 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- જાણો કચ્છ જિલ્લામાં કઈ રીતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે
60 વર્ષથી વધુ વયના 59 વ્યક્તિઓએ બીજો ડોઝ લીધો
કોરાના વાયરસનું સંક્રમણ ઘટે અને કોરાના સામે રક્ષણ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલ સુરત ગ્રામ્યમાં યુદ્ધના ધોરણે કોરાના વેક્સિન મૂકવામાં આવી રહી છે, જેમાં 4 આરોગ્યકર્મીઓ અને 26 ફ્રન્ટલાઈન વર્કરે પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે 45થી 59 ઉંમરના 792 લોકોએ પ્રથમ તો 214 લોકોએ બીજો ડોઝ લીધો હતો. આ સાથે 60 વર્ષથી વધુ વયના 177 લોકોએ પ્રથમ, 59 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો
આ પણ વાંચો - તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં વેક્સિનેશન પુનઃ શરૂ કરાયું
કામરેજ તાલુકામાં સૌથી વધારે લોકોને વેક્સિન અપાઈ
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ચોર્યાસી તાલુકામાં 159, કામરેજમાં 234, પલસાણામાં 112, ઓલપાડમાં 353, બારડોલીમાં 257, માંડવીમાં 20, માંગરોળમાં 47, ઉમરપાડામાં 30 લોકોને રસી મૂકવામાં આવી હતી.