ETV Bharat / city

કામરેજમાં માટી ધસી પડતાં BSNLના ચાર કર્મચારીઓ દબાયા

કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ તરફ જતાં રોડ પર ગટરલાઇનની કામગીરી સમયે માટી ધસી જતાં BSNLના કર્મચારીઓ દબાઈ ગયા હતા. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હાલ એકની સારવાર ચાલી રહી છે જ્યારે અન્ય ત્રણને રજા આપી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે પણ પૂછપરછ શરૂ કરી છે.

Surat
Surat
author img

By

Published : Mar 14, 2021, 1:54 PM IST

  • કેબલ બચાવવા માટે BSNLના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા
  • માટી ધસી પડતાં ત્રણેય દબાયા
  • ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા

બારડોલી: કામરેજ નજીક ગટરલાઇનનું કામ ચાલતું હોય ત્યાં કપાયેલા વાયરો કાઢવા માટે કામ કરી રહેલા BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)ના અધિકારી સહિત ચાર જણા માટી ધસી જવાથી દબાઈ ગયા હતા. આ ઘટના 8મી માર્ચના રોજ બની હતી. જે શુક્રવારના રોજ પ્રકાશમાં આવતા કામરેજ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગટરલાઇનનું કામ કરી રહેલા કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

કેબલ બચાવવા માટે BSNLના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા

કામરેજ નજીક કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ તરફ જતાં રોડ પર હાલ ગટરલાઇનની કામગીરી ચાલી રહી છે. રોડના કિનારે ગટરલાઇન માટે ખોદકામ કરવાથી BSNLના લેન્ડલાઇન ફોનના કેબલ ગટરના પાઇપ નજીકથી પસાર થતાં હોય તે કપાય ન જાય તે માટે કામરેજ BSNL ઓફિસના જુનિયર ટેલિકોમ ઓફિસર ધનવંત વસાવા કોન્ટ્રાકટરના માણસો સાથે સ્થળ પહોંચ્યા હતા અને કેબલ બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી.

કામરેજમાં માટી ધસી પડતાં BSNLના ચાર કર્મચારીઓ દબાયા

આ પણ વાંચો: કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત

માટી ધસી પડતાં ત્રણેય દબાયા

મજૂરો જીતેન્દ્ર ગામિત, દિલીપ વસાવા અને કમલેશ વસાવા ગટરલાઇનના ખાડામાં ઉતરી સમારકામ કરી રહ્યા હતા. તે સમય વાયર નહીં ખેંચી શકાતા અધિકારી ધનવંત વસાવા પણ તેમની મદદ માટે નીચે ખાડામાં ઉતર્યા હતા. તેઓ કામ કરી રહ્યા હતા તે સમયે રોડ પરથી કોઈ ભારે વાહન પસાર થવાથી ગટરલાઇનના કોન્ટ્રાકટર દ્વારા રોડ પર નાખવામાં આવેલી માટી ધસી પડતાં ચારેય જણા દબાઈ ગયા હતા.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તેમજ BSNLનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ધનવંત વસાવા, દિલીપ વસાવા અને કમલેશ વસાવાને હાથ અને પગમાં ઇજા થતાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે જીતેન્દ્ર ગામિતને વધુ ઇજા હોય સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ આજે આ સમગ્ર પ્રકરણની ખબર પડતાં જ કામરેજ પોલીસ દોડતી થઈ હતી.

આ પણ વાંચો: પ્રમુખ ઓરબીટ મોલ સાઈટની ભેખડ ધસી પડી, સાળા-બનેવી સહિત 4નાં મોત

ફોનથી સ્ટાફને જાણ કરતાં શરૂ કરાઈ બચાવ કામગીરી

ચારેય જણા માટીમાં દબાય જતાં બૂમાબૂમ કરી હતી પરંતુ રોડ પરના ટ્રાફિકને કારણે કોઈ સાંભળી શક્યું ન હતું. દરમિયાન ધનવંત વસાવાનો કમરથી ઉપરનો ભાગ બહારની તરફ હોય શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢી સ્ટાફને જાણ કરી હતી. સ્ટાફ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.