સુરત: સુરતીઓ ખાવા-પીવા માટે વિશ્વ પ્રખ્યાત છે, પરંતુ કોરોના વાઈરસના કહેર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લોકો ગરમ પાણી અને ઉકાળા પી રહ્યાં છે, છેલ્લા કેટલાક મહિનાથી ગરમ પાણી અને ઉકાળો પી સુરતીઓ કંટાળી ગયા હતા, ત્યારે હવે બજારમાં ઈમ્યૂનિટી વધારવાની મીઠાઈ બાદ ઇમ્યુનિટી બુસ્ટર આઇસ્ક્રીમ આવી ગયું છે. જેનો સ્વાદ ઉકાળાની જેમ જ છે. ઉકાળામાં જે તમામ આયુર્વેદિક વસ્તુઓ નાખવામાં આવતી હતી. તે જ વસ્તુઓ આઇસક્રીમમાં નાખવામાં આવી છે.
દાલચીન, ખસખસ, આદુ, હળદર, ખારેક, તુલસી તજ પતા, લવિંગ, ઈલાયચી અને કાળી મિર્ચના પાવડર તૈયાર કરીને આ આઈસ્ક્રીમ તૈયાર થાય છે. જેનો સ્વાદ ઉકાડા ની જેમ હોય છે, પરંતુ આઇસક્રીમની ફીલિંગ થવાના કારણે આ ખૂબ જ ઠંડો હોય છે. આ સાથે વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આમાં બદામ ના ટુકડા નાખવામાં આવે છે.
સુરતમાં આઈસક્રીમ પાર્લર ચલાવનાર મુકેશભાઈ દ્વારા કોરોના કાળમાં બુસ્ટર આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, લૉકડાઉનનો સમય ત્યારે હતો જ્યારે ભીષણ ગરમી અને લોકો આઈસ્ક્રીમ ખાવાનો ખૂબ જ પસંદ કરતા હોય છે. આવા સમયે લૉકડાઉન આવતા આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ નુકસાન થયું છે.
આવી આપદા માનવ અવસર કેવી રીતે બનાવી શકાય, આ વિચારથી ઉકાળામાં નાખવામાં આવતા આયુર્વેદિક વસ્તુઓ જ આઈસ્ક્રીમમાં નાખવામાં આવ્યા છે. ખાસ કરીને આઇસ્ક્રીમનો કલર પીળો છે. જે હલ્દીના કારણે તૈયાર થયો છે.
- લૉકડાઉન આવતા આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ નુકસાન થયું
- કોરોના વાઈરસથી બચવા માટે ઇમ્યુનિટી વધારવી ખૂબ જરૂરી
- બજારમાં ઈમ્યૂનિટી વધારવાની મીઠાઈ બાદ ઇમ્યુનિટી બુસ્ટર આઇસ્ક્રીમ આવી
- આર્યુવૈદિક આઇસક્રિમ સ્વાદ રસિકોને ખૂબ જ પસંદ આવી રહી છે
- કોરોના કાળમાં આ આઇસક્રીમ ચોક્કસપણે લોકોમાં ફેવરીટ બનશે
આઈસ્ક્રીમની સાથે થિંક શેક પણ આ ફ્લેવરમાં ઉપલબ્ધ છે, અનેક ફ્લેવરમાં મળતી આઈસક્રીમ હવે ઉકાળા અને આયુર્વેદિક વસ્તુઓથી તૈયાર થઈ રહી છે. લોકોને પણ કોરોના કાળમાં આ આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ આવી રહી છે, કારણ કે, લોકો છેલ્લા કેટલાક મહિનાથી ઉકાળા અને ગરમ પાણી પીને કંટાળી ગયા છે. આવી પરિસ્થિતિમાં આઇસ્ક્રીમ અને તે પણ યુનિટી બુસ્ટર તરીકે મળવાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.