ETV Bharat / city

નાઈટ કલબ અને ઓનલાઈન ગેમનો શોખીન ખુશ એન્જીનીયર બનવા માંગતો હતો, પરંતુ હવે દીક્ષા લેશે - મુમુક્ષુ ખુશ કુમાર

શ્રી ઉમરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પૂજ્યપાદ દીક્ષાદાનેશ્વરી આચાર્ય શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય જૈનાચાર્ય શ્રી રશ્મિરત્ન સૂરીશ્વરજી મહારાજએ મુંબઈ જ્વેલરી બિઝનેસમેન દિલીપભાઈ ગુર્જર જૈનના 19 વર્ષીય મુમુક્ષુ ખુશ કુમારને દીક્ષાનું શુભ મુહૂર્ત (Jain monks Diksha program in Surat ) 21 એપ્રિલનું આપ્યું છે. ખુશની દીક્ષા (taking diksha ) અમદાવાદ ખાતે થશે. મુમુક્ષુ ખુશનું મૂળ વતન રાજસ્થાન આમુંડારી છે. તે ધોરણ 12માં ભણતો હતો, પરંતુ દીક્ષાના ભાવ જાગૃત થતાં તેને ધોરણ12ની પરીક્ષા આપી નથી.

નાઈટ કલબ અને ઓનલાઈન ગેમનો શોખીન ખુશ એન્જીનીયર બનવા માંગતો હતો, પરંતુ હવે દીક્ષા લેશે

author img

By

Published : Nov 12, 2021, 10:53 PM IST

  • મુંબઇમાં રહેનાર માત્ર 19 વર્ષીય ખુશ ક્લબ પાર્ટી અને ઓનલાઈન ગેમનો શોખીન હતો
  • મેકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો
  • એક દિવસ પણ સ્વાદિષ્ટ ભોજન લીધા વગર દિવસ પસાર કરતો નહોતો
  • વૈભવી જીવન ત્યજીને ઇમિટેશન જ્વેલરીના વેપારીનો પુત્ર સંયમનો માર્ગ અપનાવશે

સુરત: દેશના આર્થિક પાટનગર મુંબઇમાં રહેનાર માત્ર 19 વર્ષીય ખુશ ક્લબ પાર્ટી અને ઓનલાઈન ગેમનો શોખીન હતો અને મેકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો. એક દિવસ પણ સ્વાદિષ્ટ ભોજન લીધા વગર તે દિવસ પસાર કરતો નહોતો, પરંતુ હવે વૈભવી જીવન ત્યજીને ઇમિટેશન જ્વેલરીના વેપારીનો પુત્ર દીક્ષા (surat diksha program) લઇ સંયમનો માર્ગ અપનાવશે.

મારી ત્રણ માસીએ અગાઉ દીક્ષા લીધી છે અને હું પણ દીક્ષા લેવા માંગું છું

મિકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો

મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં રહેનારા દિલીપભાઈ ગુર્જર જૈનના 19 વર્ષીય પુત્ર ખુશ અમદાવાદ ખાતે દીક્ષા લેશે. ખુશએ પોતાની દીક્ષાને લઈ જણાવ્યું હતું કે, તેને ભણવામાં રસ હતો અને ધોરણ 10માં 83 ટકા મેળવ્યા હતા. ક્લબ પાર્ટી અને ઓનલાઈન ગેમમાં ખૂબ જ રસ હતો. "હું મિકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હતો અને તૈયારીઓ પણ કરી હતી, પરંતુ અચાનક જ મને ભાવ થયો આ સાંસારિક જીવનમાં શું કામ મળવાનું નથી? મારી ત્રણ માસીએ અગાઉ દીક્ષા લીધી છે અને હું પણ દીક્ષા લેવા (taking diksha ) માંગું છું.

મોડી રાત્રે પણ કલબ પાર્ટીમાં જતો હતો

માતા મિતા જૈને જણાવ્યું હતું કે, મારા પુત્રને કલબ પાર્ટી અને ઓનલાઈન ગેમનો ખૂબ જ શોખ હતો. વિદેશમાં રહેતા પોતાના મિત્રો સાથે ઓનલાઇન ગેમ રમતો હતો. મોડી રાત્રે પણ કલબ પાર્ટીમાં જતો હતો. તેને નવી નવી વાનગીઓ ખાવામાં પણ ખૂબ જ રસ હતો. કઈ વાનગીઓ ક્યાં મળે છે? તેનું લીસ્ટ પણ તે રાખતો હતો, પરંતુ એક દિવસ અચાનક જ હૃદય પરિવર્તન થઈ ગયું અને મોજશોખની વસ્તુઓને લઈ તેને નફરત થવા લાગી અને આધ્યાત્મિક માર્ગ તરફ પ્રયાણ કરવાનું વિચાર્યું. ત્યારબાદ બે વર્ષ સુધી જૈન સંતોની સાથે સંગત રહી અને એમના સાનિધ્યમાં જૈન ધર્મ વિશે જાણકારી મેળવી, ત્યારબાદ દીક્ષા લેવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

આ પણ વાંચો: મુંબઈના મેટલના ઉદ્યોગપતિ સહપરિવાર લેશે દીક્ષા, CA અને ફૂટબોલનો નેશનલ પ્લેયર પણ સંયમના માર્ગે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.