ETV Bharat / city

આયુર્વેદિક સારવારથી કોરોનામાં ફાયદો થયો હોય તો સરકાર પુરાવા રજૂ કરે: IMA

author img

By

Published : Oct 10, 2020, 3:53 PM IST

Updated : Oct 10, 2020, 5:04 PM IST

કોરોનાની સારવાર યોગ અને આયુર્વેદિક પદ્ધતિથી કરવા અંગેનો પ્રોટોકોલ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. જો કે, IMAએ આ પ્રોટોકોલને એક અખતરો ગણાવ્યો છે. આ સાથે IMAએ સરકારને સવાલ કર્યો છે કે, 6 મહિનામાં સરકારે કેમ કોરોનાની સારવાર માટે એક પણ આયુષ હોસ્પિટલ શરૂ કરી નથી.

ચંદ્રેશ જરદોશ
ચંદ્રેશ જરદોશ

સુરત : કોરોનાની સારવારમાં યોગ અને આયુર્વેદને સામેલ કરતો પ્રોટોકોલ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. જો કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખાના મોટાભાગના તબીબો આ પ્રોટોકોલને એક અખતરો ગણાવી રહ્યા છે. આ સાથે એવો સવાલ પણ કરી રહ્યા છે કે, સરકારે ગત 6 મહિના દરમિયાન કોરોના સારવાર માટે કેમ એક પણ આયુષ હોસ્પિટલ શરૂ ન કરી. કેટલા કોરોના દર્દીઓની સારવાર આયુર્વેદમાં કરી? અને તેનાથી શું ફાયદો થયો? તેના પુરાવા સરકાર જાહેર જનતા સમક્ષ કેમ મૂકી નથી?

સરકાર પુરાવા રજૂ કરે અને જો સાચે જ આર્યુર્વેદથી ફાયદો થયો હોય તો ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આ પદ્ધતિથી સારવાર માટે તૈયાર છે. બાકી તો સરકારનો આ અખતરો કોરોના દર્દીઓને ગેરમાર્ગે દોરી જશે. માઈલ્ડ અને A સિમ્પટોમેટિક દર્દીઓ ગંભીર થઈને છેવટે તો મોડર્ન મેડિસિનમાં આવશે. જે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.

આયુર્વેદ અને યોગથી માઇલ્ડ કેસની સારવાર કરાશે અને કેસ બગડશે તો જવાબદારી કોની?

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત પ્રમુખ ડૉક્ટર ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોએ જણાવ્યું છે કે, સરકાર અશ્વગંધા સહિતની દવાઓની વાત કરે છે, તો કઈ દવા કેવી અસર કરે છે? શું તેના માટે સ્ટડી કર્યો છે. જે તે દર્દીને જેમ બને તેમ જલદી સારવાર મળે તે ખૂબ જરૂરી છે. જો આયુર્વેદ યોગથી માઇલ્ડ કેસની સારવાર કરાશે અને કેસ બગડશે તો જવાબદારી કોની? આ તો દર્દીના જીવ જોખમમાં મૂકવાની દર્દી સાથે રમત રમવાની વાત છે. મોર્ડન એડિશનમાં દવા તૈયાર કરવામાં વર્ષો વીતી જતા હોય છે, આયુર્વેદ અને યોગથી કોરોનામાં ફાયદો થવા અંગે ડબલ બ્લાઇન્ડ કન્ટ્રોલ સ્ટડી થયા છે?

ડૉક્ટર જરદોશે વધુમાં જણાવ્યું હતું કે, જો સ્ટડી થઈ હોય તો પુરાવા નબળા સામાન્ય કે મજબૂત કેવા પ્રકારના મળ્યા છે? જો ખરેખર યોગ આયુર્વેદથી ફાયદો થયો હોય તો આખા દેશમાં કોરોના સારવાર એલોપેથીના સ્થાને આયુષ પદ્ધતિથી જ કેમ નથી કરતા?

આ પણ વાંચો -

7 ઓક્ટોબર - કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઇરસની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત મેનેજમેન્ટ પ્રોટોકોલ બહાર પાડ્યો છે. આ પ્રોટોકોલ દ્વારા રોગ પ્રતિકરક શક્તિમાં વધારો થાય છે. જેના દ્વારા વધતા સંક્રમણને અટકાવી શકાય છે અને સંક્રમિત કેસને કાબુમાં કરી શકાય છે.

24 મે - કોરોના વાઈરસ સામે લડવા માટે લોકો આડેધડ આયુર્વેદિક દવાઓનું સેવન કરી રહ્યા છે. કર્ણાટકમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આયુર્વેદિક દવાનું સેવન કર્યા બાદ એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે તેના પિતાની હાલત ગંભીર છે.

12 મે - વિશ્વવ્યાપી કોરોના વાઇરસના સંક્રમણ સામેનો જંગ રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વૃદ્ધિથી જીતવા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહિવટીતંત્રને અનેકવિધ પગલાંઓ ભર્યા છે. રોગપ્રતિકારક શકિત વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે, ત્યારે કેન્દ્ર સરકારે 7 ટન આર્યુવેદીક દવાનો જથ્થો ગુજરાતમાં મોકલ્યો છે.

5 ઓગસ્ટ -અખંડાનંદ આયુર્વેદ કોલેજ દ્વારા શહેરના તમામ વોર્ડમાં આયુર્વેદીક ઔષધિ વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 2.25 લાખ ઉકાળા-ઔષધિ અને કોવિડ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ ખાનગી-જાહેર સંસ્થાઓના કર્મચારીઓને પણ ઔષધી-ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે. ઔષધિ વિતરણ બાદ કોલેજ તરફથી ફોન કરી તેનો પ્રતિભાવ (ફોલોઅપ) પણ લેવામાં આવે છે. જરૂર જણાયે વ્યક્તિ સાથે ફોન પર જ પરામર્શ કરી તેની માર્ગદર્શન આપવામાં આવે છે.

17 એપ્રિલ - નોવેલ કોરાના વાઇરસ (Covid - 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના (Covid - 19)ના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે, ત્યારે શરીરની કુદરતી રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ છે. આપણે બધા જાણીએ છીએ કે શ્રેષ્ઠ આરોગ્ય જાળવવામાં Prevention is better than cure એટલે કે બીમાર થયા બાદ સારવાર કરતા પૂર્વ સંભાળ લેવીએ અત્યંત અનિવાર્ય છે.

12 એપ્રિલ - બેંગાલુરુના એક ડૉક્ટર કોરોના વાઈરસ સામે ઔષધી તૈયાર કરી રહ્યા છે, અને ક્લિનિકલ ટ્રાયલ્સ માટે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

03 એપ્રિલ- કેન્દ્રીય આયુષ રાજ્યપ્રધાન શ્રીપદ નાયકે જણાવ્યું હતું કે, યુ.કે.ના પ્રિન્સ ચાર્લ્સ કોવિડ-19થી પીડિત હતા, ત્યારે તેમનો ઉપચાર હોમયોપેથી દ્વારા થતાં બેગલુરુમાં સ્થિત હૉલિસ્ટિક રિસૉર્ટમાં કરાયો હતો. જેથી તેમના મંત્રાલય દ્વારા આ વિશેષ ટાસ્ક ફોર્સ ડૉ. મથાઈ દ્વારા તે ઔષધિઓનું અધ્યયન કરવામાં આવશે.

12 ફેબ્રુઆરી - માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિનાં અનેક સ્તર હોય છે; જે ખોટા આહાર, વિહાર (ટેવો), તણાવ અને સ્વચ્છતાના અભાવથી નબળી પડે છે. પારકી પારિસ્થિતિક તંત્રમાંથી રોગના કીટાણુનું કોઈ પણ નવું રૂપ આપણી જિંદગીને જોખમમાં મૂકી શકે છે અને તેને રોગચાળામાં ફેરવી શકે છે અને આવો એક બનાવ એટલે કોરોના વાઇરસનું ફાટી નીકળવું.

Last Updated : Oct 10, 2020, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.