ETV Bharat / city

લગ્ન કરવા હોય તો ચોક્કસથી લેવી પડશે પોલીસ પરવાનગી: સુરત પોલીસ કમિશનર

ગુજરાતના ત્રણ શહેરોમાં આજથી રાત્રી કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં સુરત શહેર પણ સામેલ છે. સુરતમાં પણ આજ રાતથી કરફ્યૂ લાગશે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સુરત:  પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ યોજી, લગ્ન કરવા હોય તો ચોક્કસથી લેવી પડશે પોલીસ પરવાનગી
સુરત પોલીસ કમિશનર
author img

By

Published : Nov 21, 2020, 6:22 PM IST

  • કોરોના વાયરસના સંક્રમણને નાથવા તંત્ર સજ્જ
  • લગ્ન માટે પોલીસ પરવાનગી જરૂરી: સુરત પોલીસ કમિશનર
  • સુરતમાં આજથી રાત્રી કરફ્યૂ લાગૂ

સુરત: ગુજરાતના ત્રણ શહેરોમાં આજથી રાત્રી કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં સુરત શહેર પણ સામેલ છે. સુરતમાં પણ આજ રાતથી કરફ્યૂ લાગશે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને નાથવા રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા રાત્રી કરફ્યૂનો શનિવારથી અમલ શરૂ થશે. ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, દિવસનું મુહૂર્ત જોઈ લોકો લગ્ન કરે અથવા તો રાત્રિના સમયે જો મુહૂર્ત હોય તો પોલીસની પરવાનગી મેળવે. એટલે લગ્ન કરવા માટે પોલીસ પરવાનગી જરૂરી છે.

લગ્ન કરવા હોય તો ચોક્કસથી લેવી પડશે પોલીસ પરવાનગી: સુરત પોલીસ કમિશનર

સુરતમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ

શનિવારથી સુરતમાં રાત્રિ કરફ્યૂ શરૂ થશે. જો કે તે દરમિયાન કેવી તકેદારી રાખવી તેમજ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે અંગે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લોકો રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી ભેગા ન થાય. જો કોઈ લગ્ન મુહૂર્ત આ સમયે હોય તો પોલીસ પરવાનગી લેવાની રહેશે . રાત્રે 9 થી સવારે 6 વાગ્યા દરિમયાન લગ્ન ન થાય અને ન યોજવામાં આવે તો સારું રહેશે.પોલીસ સ્ટેશનમાંથી ખાસ મંજૂરી લેવી પડશે. જે જોગવાઈ અગાઉ સરકાર દ્વારા કરવામાં આવી છે. તેનું પાલન કરવાનું રહેશે. ઓછામાં ઓછા લોકો ભેગા થાય એ આપણા હિતમાં છે.

કરફ્યૂના અન્ય સમાચાર

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ કરાવવા પોલીસે ગોઠવ્યો લોખંડી બંદોબસ્ત

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ નોકરી ધંધાવાળા લોકોએ 8 કલાકથી જ પોતાના ઘરે પહોંચવાની શરૂઆત કરી દીધી હતી. શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આ સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.

અમદાવાદ : કરફ્યૂ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ, જાણો ક્યાં નિયમોનું પાલન કરવું પડશે?

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ બે દિવસના કરફ્યૂ દરમિયાન લોકોએ ઘણા નિયમોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

રાત્રિ કરફ્યૂના કારણે સુરતની હોટલ્સને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન, સીએમને કરાશે રજૂઆત

અમદાવાદ બાદ સુરત શહેરમાં પણ રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે, ત્યારે આ કરફ્યૂની અસર હોટલ ઉદ્યોગ પર પડી છે. હોટેલ ઉદ્યોગને કરોડો રૂપિયાનું રોજ નુકસાન થાય તેવી ભીતિ સર્જાઇ છે. જેથી સાઉથ ગુજરાત સર્ધન હોટલ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આ અંગે રજૂઆત કરવામાં આવશે.

સુરત કોરોના એલર્ટ: પાલિકાના અધિકારીઓ બેનરો સાથે લોકોને જાગૃત કરી રહ્યા છે

અમદાવાદ બાદ સુરતમાં કોરોના સંક્રમણ વધતા મહાનગર પાલિકા દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાના અધિકારી અને કર્મચારીઓ હાથમાં બેનર લઈ એકત્ર થયેલા લોકોને કોરોનાથી બચવા માટે સમજાવવાની કામગીરી કરી રહ્યા છે. મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સવારે વોકિંગ કે ચાની કીટલી કે પછી રોડ પર ટોળાઓને સમજાવીને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જોકે સુરતમાં કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે દરેક પ્રયાસ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. શનિવારે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.