ETV Bharat / city

'કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મની લિન્ક આવે તો ઓપન ન કરતા, નહીં તો બેન્ક ખાતું થઈ જશે ખાલી, જાણો

author img

By

Published : Mar 21, 2022, 2:28 PM IST

બોલિવુડની હિટ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ફ્રીમાં (Fake link of Kashmir Files movie) જોવા માટેની લિન્ક તમારા મોબાઈલમાં આવે તો તેને ઓપન ન કરતા. નહીં તો તમારું બેન્ક ખાતું ખાલી થઈ જશે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મની લિન્ક (Fake link of Kashmir Files movie) ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ત્યારે આ અંગે સાયબર એક્સપર્ટ શું (Cyber Crime in Surat) કહે છે આવો જાણીએ.

'કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મની લિન્ક આવે તો ઓપન ન કરતા, નહીં તો બેન્ક ખાતું થઈ જશે ખાલી, જાણો
'કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મની લિન્ક આવે તો ઓપન ન કરતા, નહીં તો બેન્ક ખાતું થઈ જશે ખાલી, જાણો

સુરત: 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની ફેક લિન્ક સોશિયલ મીડિયા ઉપર વાયરલ (Fake link of Kashmir Files movie) કરવામાં આવી રહી છે. થિએટરની જગ્યાએ મોબાઈલમાં ફિલ્મ જોવાની લાલચમાં આ લિન્કને ડાઉનલોડ કરશો તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. એટલું જ નહીં બેન્ક ખાતું પણ ખાલી થઈ જશે .

લિન્ક ડાઉનલોડ કરશો તો થશે નુકસાન

લિન્ક ડાઉનલોડ કરશો તો થશે નુકસાન - ઘણા યુવાનો થિએટરમાં કે મલ્ટિપ્લેકસમાં જવા કરતાં વધારે પોતાના મોબાઈલ ઉપર જ મૂવી જોઈ લેવાનું પસંદ કરતા હોય છે. તેનો લાભ લઈ 'ધ કાશ્મીર ફાઈલ્સ'નું સોશિયલ મીડિયામાં કેટલાક લેભાગુ તત્વો એક લિન્ક મોકલી (Fake link of Kashmir Files movie) રહ્યા છે. તેમાં ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ આવે છે. જો આ લિન્ક ડાઉનલોડ કરવામાં આવે તો ફોનની તમામ વિગત અને તમારા બેન્ક એકાઉન્ટની તમામ વિગતો લિન્ક મોકલનારા વ્યક્તિને મળી જશે. એટલું જ નહીં તે તમારા બેન્ક એકાઉન્ટને ગણતરીની સેકન્ડની અંદર પણ ખાલી કરી શકે છે.

આ પણ વાંચો- National Forensic Sciences University : કોર્પોરેટીવ બેન્કમાં થતા સાયબર હુમલા બાબતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ક્લેવ યોજાયો

લિન્ક ડાઉનલોડ કરો તો તમે તમારો એક્સેસ સામેવાળી થર્ડ પાર્ટીને આપી દો છો - ગુજરાતના સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલનાએ (Cyber ​​Expert on Kashmir Files movie fake link) જણાવ્યું હતું કે, આ ફેક લિન્ક, APK ફાઈલ એપ્લિકેશન હોય છે. તે હાલ ખૂબ વાયરલ છે. મોબાઈલ ઉપર તમામ વોટ્સએપ અને ટેલિગ્રામ ગૃપમાં હાલ આવી રહ્યો છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે ત્યારે ઓપન થાય છે. આ એક પ્રકારની ફિશિંગ લિન્ક છે કે, જે તમે ડાઉનલોડ કરતાની સાથે જ તમે તમારો એક્સેસ સામેવાળી થર્ડ પાર્ટીને આપી દો છો. તમારા આઈડી પ્રૂફ, સર્ચ હિસ્ટ્રી અને ફાયનાન્શિયલ ડેટાઇલ્સ મેળવીને બેન્ક ખાતું (Cyber Crime in Surat) ખાલી કરી શકે છે.

આ પણ વાંચો- Cyber Crime Surat: સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત નામનું ફેક ફેસબુક પેજ બનાવનાર રત્નકલાકારની ધરપકડ

નોયડાના એક ઈસમ સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી - તેમણે વધુમાં જણાવ્યું (Cyber ​​Expert on Kashmir Files movie fake link) હતું કે, આ કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન છે. કોપિરાઈટ એક્ટનું ઉલ્લંઘન કરો છો. તેમાં કલમ 63, 63 A, 65, 65A, 66, 66C, 66D થાય છે. જો તમે આ લિન્ક ડાઉનલોડ કરી લીધી છે. તો તરત જ આ એપ્લિકેશન અનઈન્સ્ટોલ કરો અને બીજા ડિવાઈઝમાં મોબાઈલની તમામ વિગતો સેવ કરી લો અને તમારા જેટલા પણ એપ્લિકેશન છે. તેને અપડેટ કરી લો. હાલમાં આજે ત્રણ એવા કેસ સામે આવ્યા છે કે, જેમણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એવા નોયડાના એક ઈસમ સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી (Cyber Crime in Surat) થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.