ETV Bharat / city

VNSGUમાં ઓફલાઈન પરીક્ષા લેવાશે તો આંદોલન અને તાળાબંધી કરીશુંઃ સત્યમેવ જયતે ગૃપ - યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત

સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સત્યમેવ જયતે ગૃપે યુનિવર્સિટીના કુલપતિને એક રજૂઆત કરી હતી, જેમાં BA, BCom, BSc, BBAની સેમેસ્ટર 6ની પરીક્ષાઓ ઓનલાઈન લેવાની માગ કરવામાં આવી હતી. 28 જૂને રાજ્ય સરકારે રાજ્યની યુનિવર્સિટીઓમાં બાકી રહેલી પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે, પરંતુ સત્યમેવ ગૃપે આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવાની માગ કરી હતી.

author img

By

Published : Jul 2, 2021, 3:35 PM IST

  • VNSGUએ વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન લેવાનો કર્યો નિર્ણય
  • યુનિવર્સિટીના નિર્ણય સામે સત્યમેવ જયતે ગૃપે ઉઠાવ્યો વાંધો
  • ગૃપે યુનિવર્સિટીના કુલપતિને માત્ર ઓનલાઈન પરીક્ષા લેવા લેખિતમાં કરી રજૂઆત

સુરતઃ રાજ્ય સરકારના નિર્ણય પછી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ BA, B.Com, BS.c, BB.A સેમેસ્ટર 6ની પરીક્ષાઓ ઓફલાઈન લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન લેવામાં આવે તેવી સત્યમેવ જયતે ગૃપ દ્વારા માગ કરવામાં આવી હતી. આ ગૃપે કુલપતિને પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગનો પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય, યુનિવર્સિટીઓ યોજશે ઓફલાઈન પરીક્ષા

ઓફલાઈન પરીક્ષા દરમિયાન કોરોનાના કેસ વધશે તેનો જવાબદાર કોણઃ સત્યમેવ જયતે ગૃપ

સત્યમેવ જયતે ગૃપના સભ્ય ચિંતન સાંઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઝમાં બાકી રહેલી પરીક્ષાઓ ઓફલાઈન લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે અમે યુનિવર્સિટીના કુલપતિને એક રજૂઆત કરવા આવ્યા હતા કે, તમામ પરીક્ષાઓ ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન જ લેવામાં આવે. કારણ કે, કોરોના મહામારી વધી રહી છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે જો ઓફલાઈન પરીક્ષા લેવાશે તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે. ઓફલાઈન પરીક્ષામાં કોરોના સંક્રમણ વધશે તો તેની જવાબદારી રાજ્ય સરકાર કે યુનિવર્સિટી લેશે એ તમામ પ્રશ્નો અમે પૂછ્યા છે.

આ પણ વાંચોઃ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી

અમારી રજૂઆત નહીં સ્વીકારાય તો આંદોલન કરીશું અને યુનિવર્સિટીને તાળાબંધી કરીશુંઃ સત્યમેવ જયતે ગૃપ

સત્યમેવ જયતે ગૃપે ઓનલાઈન સરવે કર્યો હતો, જેમાં 2,900 વિદ્યાર્થીઓએ પોતાનો જવાબ આપ્યો હતો કે, તેમને ઓફલાઈન નહીં ઓનલાઈન જ પરીક્ષા આપવી છે. બીજી તરફ માત્ર 800 વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા લેવાનો જવાબ આપ્યો હતો. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપવા માગે છે. એટલે અમે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી રજિસ્ટ્રાર ઈન્ચાર્જ અને કુલપતિને રજૂઆત કરી છે અને જો આવતા અઠવાડિયા સુધીમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો યુનિવર્સિટીના ગેટ પર ઉપવાસ પર બેસીશું. તેમ જ યુનિવર્સિટીને તાળાબંધી કરીશું.

કોરોનાના કેસ ઘટતા ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય લીધોઃ કુલપતિ

તો આ તરફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો હતો. તે વિદ્યાર્થીઓને હિતમાં જ લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ રાજ્ય અને શહેરોમાં કોરોના કેસમાં ખૂબ જ ઘટાડો થયો છે. તેને ધ્યાનમાં લઈને જ અમારા દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.