ETV Bharat / city

સુરતમાંથી દેહ વેપાર રેકેટ ઝડપાયું, બાંગ્લાદેશની કિશોરીને બચાવવામાં આવી - સુરતના સમાચાર

બે વર્ષ પહેલા બાંગ્લાદેશથી અપહરણ કરાયેલી કિશોરી સુરતથી મળી આવી છે. શહેરમાં ગેરકાયદેસર ચાલી રહેલા સ્પામાંથી આ કિશોરી મળી આવતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. આ ઉપરાંત અન્ય પંજાબથી લાવેલી યુવતી પાસે પણ આ લોકો દેહ વેપાર કરાવતા હતા. બન્ને પાસે દેહ વિક્રેય કરાવતા ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બાંગ્લાદેશથી અપહરણ કરી વેચનાર મોશીન સહિત અન્યની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

સુરતમાંથી દેહ વેપાર
સુરતમાંથી દેહ વેપાર
author img

By

Published : Sep 13, 2020, 8:25 AM IST

સુરત : બાંગ્લાદેશના ખુલના શહેરમાં રહેતી 12 વર્ષીય કિશોરીને બે વર્ષ પહેલા મોબાઈલ આપવાની લાલચ આપી મોશીન નામનો આરોપી ભારત લઈ આવ્યો હતો અને ભારતના બેંગ્લોર શહેરમાં આ કિશોરીને મિલન નામના ઈસમને વહેંચી નાખી હતી. ત્યારબાદ આ મિલન નામના આરોપીઓએ મુંબઈમાં રહેતી નીતુ નામની મહિલાને આ કિશોરીને વહેંચી દીધી હતી. મહિલા આરોપીએ સુરતમાં રહેતા શબીર નામના ઈસમને આ કિશોરી વહેંચી તેની સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હતું. જો કે અહીં આ કામ રોકાયું નહી અને આ શબ્બીર એ સુરતની અંદર જ ફરી કિશોરીને વહેંચી દીધી હતી. ત્યારબાદ આ આરોપીએ અંકિતને વહેંચી નાખી હતી. સુરતના ભીમરાડ ઇન્ફિનિટી ક્લબમાં ચાલતા ગેરકાયદેસર સ્પામાં રેડ કરી આ કિશોરી સહિત એક અન્ય પંજાબથી આવેલી યુવતીને આ દેહ વેપારથી મુક્ત કરાયા છે.

સુરતમાંથી દેહ વેપાર રેકેટ ઝડપાયું
ક્રાઇમ બ્રાંચના SP આર.આર સરવૈયાએ જણાવ્યું હતું કે, કિશોરીને બે વર્ષ પહેલા બાંગ્લાદેશથી ભારત લાવવામાં આવી હતી. પોલીસ તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે, હાલ ગેરકાયદેસર સ્પા ખોલી બંને પાસે દેહ વેપાર કરાવનાર સ્પાના મેનેજર સહિત અન્ય બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સુરતમાં રહેતા શબીર નામના ઇસમની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.બાળકીને આ દેહવ્યાપારમાં ધકેલવા તમામની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.