- ભારતના ડ્યૂટી ફ્રી એક્સપોર્ટનો લાભ ઉઠાવતું ચીન, ભારતને ગંભીર નુકશાન
- સુરત એક એવું શહેર જે દેશના અન્ય ભાગમાં સોલાર પેનલ મોકલે છે
- સૌર ઊર્જા માટે જે પેનલ આવે છે તે 90 ટકા ચીનથી આયાત થાય છે
સુરત :મેડ ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત માટે દેશ અગ્રસર છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે સૌર ઊર્જા માટે જે પેનલ આવે છે તેની 90 ટકા આયાત ચીનમાંથી થાય છે. સુરત એક એવું શહેર છે કે જે દેશના અન્ય ભાગમાં સોલાર પેનલ મોકલે છે. સુરત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ આગળ વધવા માગે છે. જેથી કેન્દ્ર સરકાર પાસે માગ કરાઈ રહી છે કે ચીનના નિકાસકારોને ડ્યૂટી ફ્રી એક્સપોર્ટનો લાભ ન મળવો જોઈએ. ભારતના ડ્યૂટી ફ્રી એક્સપોર્ટનો લાભ ઉઠાવીને તેઓ ગંભીર નુકશાન પહોંચાડી રહ્યાં છે.
સુરત સમગ્ર ગુજરાતમાં સોલાર સિટી તરીકે ઉભરી આવ્યું
સુરતમાં 10 મોટી કંપનીઓ છે જે સમગ્ર દેશમાં સોલર પેનલનો વ્યવસાય કરે છે. પરંતુ 90 ટકા સોલાર પેનલો ચીનથી આયાત કરવામાં આવે છે, જેના કારણે સ્થાનિક કંપનીઓ મુશ્કેલી ભોગવી રહી છે. રાજ્યની મોટાભાગની સોલાર પેનલ કંપનીઓ સુરતમાં છે. શહેરના ઉત્પાદકો પાસે 10 ગીગાવોટ સોલાર પ્લેટ બનાવવાની ક્ષમતા પણ છે. ઉદ્યોગકારો પાસે સરકાર સમક્ષ એવી માગણી મૂકી કે ચીનને એક્સપોર્ટનો લાભ ન મળવો જોઈએ. કાપડ અને હીરાનું શહેર સુરત હવે સોલાર સિટી તરીકે ઓળખાય છે. ગુજરાતની સૌથી મોટી કંપનીઓ સુરતમાં છે. પરંતુ કમનસીબે સોલાર પેનલ ચીનથી આવે છે. સુરતથી ભારતના અન્ય શહેરોમાં સોલાર પેનલ મોકલવામાં આવે છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલાં વેપારીઓની માગ છે કે ચીનની પેનલ પર કંટ્રોલ થાય. એટલું જ નહીં, ભારતના ઉત્પાદકોને 8 ટકા સબસિડી આપવામાં આવે અને ચીની પેનલ પર BIS લાઇસન્સ ફરજિયાત બનાવવામાં આવે અને એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સનો કડક અમલ થાય.
પાવર ક્રાઇસિસની અસર
વેપારી વિજયભાઈએ જણાવ્યું હતું કે, રૉ મટીરીયલ, સિલિકોન સહિત અન્ય વસ્તુઓ ચીનથી બનાવવામાં આવે છે. વૈશ્વિકસ્તરે ચીનથી થઈ રહ્યું છે, ચીન પછી ક્યાંય ઉત્પાદનની સુવિધા નથી. ચીનમાં પાવર ક્રાઇસિસે સૌર ઉદ્યોગને પણ અસર કરી છે. જેની અગાઉ એક રૂપિયાની કિંમત હતી, તે હવે અઢી રૂપિયા થઈ ગઈ છે.
GSTમાં સાત ટકાનો વધારો
દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના પ્રમુખ મયૂર પટેલે જણાવ્યું હતું કે,GSTમાં પેનલ અને ઇન્વર્ટર ઉપર 5 ટકાના બદલે 12ટકા GST લાગુ કરી સરકારે પહેલી ઓક્ટોબરથી સાત ટકાનો વધારાનો બોજ નાખ્યો છે. હકીકતમાં કોઈપણ પ્રકારનો ટેક્સ એ ગ્રાહકની જવાબદારી છે છતાં હાલના ટેન્ડરમાં સામેલ જોગવાઈઓને કારણે એજન્સીએ સરકારે નક્કી કરેલા રેટ ઉપર આ વધારાના GST ના બોજ સાથે કામ કરવાનું રહે છે. આ GST નો વધારો અક્ષમ્ય છે અને ન્યાયસંગત નથી.
ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ મોંઘું હોય છે
વેપારી રાકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ મોંઘું હોય છે. ભારતમાં બનેલી સોલાર પેનલ્સ આપણે જે આયાત કરીએ છીએ તેની સરખામણીમાં મોંઘી હોય છે, તેની પાછળનું કારણ ટેકસેશન છે. જે વેપારી દ્વારા કોસ્ટમાં ઉમેરવામાં આવે છે.
આ પણ વાંચોઃ જાણો કઈ રીતે સોલાર પેનલની કાર્યક્ષમતા વધારવાની સાથે એક રોબોટ બચાવશે લાખો લીટર પાણી
આ પણ વાંચોઃ Bullet Train Project : સંપૂર્ણ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, જાણો સુરતમાં બની રહેલા 'ગ્રીન સ્ટેશન' વિશે…