- દરવર્ષે હોંગકોંગમાં યોજાતું જ્વેલરી એક્ઝિબિશન રદ્દ
- એક્ઝિબિશનમાં ડાઈમંડ ઈન્ડસ્ટ્રીને સમગ્ર વર્ષનું કામ મળે છે
- દેશના 500 ઉદ્યોગપતિને એક્ઝિબિશનની થશે અસર
સુરત : હોંગકોંગમાં દર વર્ષે જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન આયોજિત થતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ એક્ઝિબિશન રદ્દ કરવામાં આવ્યું છે. જેના કારણે દેશના 500 જેટલા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને અસર થઈ શકે છે. કારણ કે, આ એક્ઝિબિશનના કારણે ઉદ્યોગપતિએ સમગ્ર વર્ષનો વેપાર મેળવતા હોય છે.
જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્ઝિબિશન રદ્દ
વિશ્વનું સૌથી મોટું જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્ઝિબિશન દર વર્ષે હોંગકોંગ ખાતે આયોજિત થતું હોય છે, પરંતુ ગત કેટલાક સમયથી હોંગકોંગમાં કટોકટીની સ્થિતિ અને ત્યારબાદ કોરોના વાઇરસના કારણે આ એક્ઝિબિશન પર અસર થઈ છે. આ વર્ષે જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્ઝિબિશન રદ્દ કરવામાં આવ્યું છે. આ જ્વેલરી શોના કારણે હીરા ઉદ્યોગકારોને સમગ્ર વર્ષ સુધી કામ મળતું રહેતુ હોય છે. જેથી જ્વેલરી શો રદ્દ થતાં વેપારીઓને મિલિયન ડૉલર કરતાં વધુનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
દેશના વિવિધ કેટેગરીના 500 વેપારીઓ ભાગ લેતા હોય છે
GJEPC અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં સ્પાર્કલ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેમા હીરા ઉદ્યોગકારોને કરોડો રુપિયાનો ફાયદો પણ થશે. આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના વેસ્ટન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2021મા હોંગકોંગમા યોજાતું જ્વેલરી એક્ઝિબિશન રદ્દ કરવામા આવતાં હીરા ઉદ્યોગમાં ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે. દર વર્ષે દેશના વિવિધ કેટેગરીના 500 વેપારીઓ આ એક્ઝિબિશનમાં ભાગ લેતા હોય છે.
જ્વેલરી તેમજ સિન્થેટિક ડાયમંડ માટેનો સ્ટોલ
આંતરરાષ્ટ્રીય જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન રદ્દ થતાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાકાળમાં આ પ્રથમ કોઈ એક્ઝિબિશન હશે. જેમાં હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનો લાભ થશે. આ અંગે ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતના સરથાણા કન્વેન્શન હોલ ખાતે આ આયોજન થશે. જેમાં રફ ડાયમંડથી લઈ જ્વેલરી તેમજ સિન્થેટિક ડાયમંડ માટેનો સ્ટોલ મુકવામાં આવશે. જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.