ETV Bharat / city

સુરતમાં હિટ એન્ડ રન: બાઇક પરથી પડી ગયેલી બેગ લેવા જતા કારે મારી ટક્કર, પત્નીનું મોત - અકસ્માતમાં પત્નીનું મોત

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ધીરજ સન્સ પાસેની ખાડીથી સ્ટેશન માટે નીકળેલા 2 દંપતીઓની બાઈક પરથી બેગ પડી ગઈ હતી અને બેગ લેવા જતા પાછળથી અજાણ્યા કારચાલકે અડફેટે લેતા પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

સુરતમાં હિટ એન્ડ રન: બાઇક પરથી પડી ગયેલી બેગ લેવા જતા કારે મારી ટક્કર

author img

By

Published : Nov 1, 2021, 5:09 PM IST

  • હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીનું મોત
  • બાઇક પરથી બેગ પડી ગઈ, લેવા જતા કારે અડફેટે લીધા
  • પત્નીના મોતથી પતિ પર તૂટી પડ્યું આભ

સુરત: શહેરમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આનંદ હોમ્સના ઘર-નંબર-101માં રહેતા વિપુલ શ્રીવાસ્તવ અને તેમની પત્ની સોનમ શ્રીવાસ્તવ આજે વહેલી સવારે બાઈક ઉપર સુરત રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા. તે દરમિયાન અલથાણ ધીરજ સન્સની પાસે આવેલી ખાડી ઉપર ક્રોસ કરતી વખતે બાઈક ઉપરથી બેગ પડી જતા સોનમ બેગ લેવા જતા પાછળથી અજાણ્યા કારચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા

આ સમય દરમિયાન વિમલ શ્રીવાસ્તવે તરત 108ને બોલાવી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ફરજ પરના ડો.ઉમેશ ચૌધરીએ કહ્યું કે, તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ સાંભળી વિમલ શ્રીવાસ્તવ શોકમાં ગરકાવ થઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે બંને પતિ-પત્ની સુરત રેલવે સ્ટેશન ઉપર પાર્કિંગમાં બાઈક મૂકી મુંબઈ જવાના હતા.

સુરત રેલવે સ્ટેશન પર બાઇક મુકીને રેલવેમાં મુંબઈ જવાના હતા

આ બાબતે વિપુલના પિતા લાલુપ્રસાદ શ્રીવાત્સવે જણાવ્યું કે, મારા પુત્ર અને પુત્રી આજે વહેલી સવારે મુંબઈ જવા માટે નીકળ્યા હતા, કારણકે મારી પુત્રવધુને હાથ-ઉપર નાના નાના ચાંદા પડી ગયાં હતા. તેની સારવાર મુંબઈના બોરીવલીમાં થઇ રહી હતી. તેઓ સુરત રેલવે સ્ટેશન ઉપર બાઈક મૂકી ત્યાંથી ટ્રેન મારફતે જવાના હતા. તેઓ આજે સવારે 4 વાગે નીકળ્યા હતા અને મને સવારે 5:30 વાગે વિપુલનો ફોન આવ્યો તે રડતો હતો, કે આવી ઘટના બની છે. ત્યા બાદ મેં મારાં બીજા પરિવારજનોને જાણ કરી અને અમે હોસ્પિટલમાં પહોંચ્યા."

5 વર્ષ પહેલા થયા હતા પ્રેમલગ્ન

આ મામલે વિપુલે જણાવ્યું કે, અમે મૂળ ઉત્તરપ્રદેશના હમીરપૂર જિલ્લામાં આવેલા રામગઢા ગામના રહેવાસી છીએ.અમારા 5 વર્ષ પેહલા પ્રેમલગ્ન થયા હતા. અમે આજે સવારે મુંબઈ જવા માટે નીકળ્યા હતા. અમારો ગઈકાલે જ પ્લાન હતો કે આપણે રીક્ષા કે પછી ઓલા નથી કરવી, આપણે આપણી બાઈક લઈને રેલવે સ્ટેશનના પાર્કિંગમાં મૂકી દઈશું. અમે અલથાણનો કેનાલવાળો રોડ હતો એ ક્રોસ કર્યો અને ગાડી ઉપરથી બેગ નીચે પડ્યું તો સોનમે મને કહ્યુ કે, બેગ પડી ગયું ઉભા રહો. તો મેં બાઈક ઉભી રાખી,જ્યારે સોનમ બેગ લેવા ગઇ ત્યારે પાછળથી એક કારચલાકે સોનમને ટક્કર મારી હતી અને ભાગી છૂટ્યો હતો. હું તરત 108ની મદદથી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો પણ ડોક્ટરે કહ્યું કે, સોનમનુ હ્નદય ધબકતું બંધ થઇ ગયું છે. સોનમનું મૃત્યુ થઇ ચૂક્યું છે. મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આ શું ચાલી રહ્યું છે. અમારા 5 વર્ષ પહેલા પ્રેમલગ્ન થયાં હતા."

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

આ બાબતે ખટોદરા પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યુ છે કે, અમને સિવિલ હોસ્પિટલના ચોકી ઉપરથી જ આ અકસ્માતની જાણકારી આપવામાં આવી હતી. અમે હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પોરબંદરમાં આશાવર્કરોને વળતર ન ચૂકવાતાં DDO સમક્ષ રજૂઆત કરી

આ પણ વાંચો: લેકાવાડામાં 450 કરોડ રૂપિયાના ખર્ચે બનશે GTUનું નવું ગ્રીન કેમ્પસ, કેમ્પસનો 3D વ્યૂ જોઈ લો માત્ર ETV Bharat પર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.