સુરત : રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે. સુરત વિશ્વમાં સૌથી વધુ ઝડપી શહેરોમાં સામેલ છે. સૌથી અગત્યની વાત છે કે, અહીં દરેક રાજ્યના લોકો રોજગારી માટે આવતા હોય છે અને સુરત મહાનગરપાલિકા તમામને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ હોય છે.
1644માં મોગલ બાદશાહ શાહજહાંના શાસન દરમિયાન બની હતી આ વહીવટી કચેરી
સુરત મહાનગરપાલિકાની વહીવટી કચેરી મુગલીસરા ખાતે આવેલી છે. હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી આ ઇમારત 1644માં મોગલ બાદશાહ શાહજહાંના શાસન દરમિયાન તેના એક લશ્કરી અધિકારી દ્વારા બનાવવામાં આવી હતી, અને તે મુગલીસરા નામથી જાણીતી હતી. તેનો ઉપયોગ કારવાંશરાઈ અથવા વેઇટિંગ રૂમ તરીકે કરવામાં આવતો હતો.
સુરત શહેરના વહીવટને સંભાળવા માટે સુરતના જિલ્લા ન્યાયાધીશનો ઉપયોગ કરવામાં આવતો હતો
જે બાદ 1846માં શહેરના વહીવટને સંભાળવા માટે સુરતના જિલ્લા ન્યાયાધીશનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી તેમને આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની અને મહેસૂલ એકત્રિત કરવાની જવાબદારીઓ તેમના ખભા પર હતી. જે હાલમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી
1850ના મ્યુનિસિપલ એક્ટ હેઠળ, શ્રી રોઝે સુરતના સમકાલીન કલેક્ટર, 23મી એપ્રિલ, 1852ના રોજ પાલિકાની કચેરીની સ્થાપના કરી હતી. આ અગાઉ સુરતના નાનપુરા ખાતે આવેલા પોસ્ટ ઓફિસમાં આ કામ થતું હતુ, પરંતુ સમયાંતરે કામ વધતા નવી ઓફિસની જરૂરિયાત ઉભી થઇ હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 17 પ્રતિનિધિ મેયર બન્યા
છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં ભાજપની સત્તા સુરત મહાનગરપાલિકામાં રહી છે. આમ જોવા જઈએ તો 1966થી લઇ અત્યાર સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 17 પ્રતિનિધિ મેયર બન્યા છે. જેમાં ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અને ફકીરભાઇ ચૌહાણ પણ સામેલ છે. એકવાર અન્ય પાર્ટીના પ્રતિનિધિ પણ મેયર બની ચૂક્યા છે.
નામ | પ્રથમ દિવસ | છેલ્લો દિવસ | પાર્ટી |
---|---|---|---|
જી.આર. ચોખાવાળા | 1 ઓક્ટોબર, 1966 | 5 માર્ચ, 1967 | કોંગ્રેસ |
કેપ્ટન એમ.એ.ગોલનડ્ઝ | 12 એપ્રિલ, 1967 | 8 જુલાઈ, 1969 | કોંગ્રેસ |
વૈકુંઠ ભાઈ .બી.મિસ્ત્રી | 9 જુલાઈ, 1969 | 19 જાન્યુઆરી, 1971 | કોંગ્રેસ |
અબ્દુલ કદીર મુસામીર | 1 ફેબ્રુઆરી, 1971 | 10 સેપ્ટેમ્બર, 1971 | કોંગ્રેસ |
વૈકુંઠ ભાઈ શાસ્ત્રી | 11 સેપ્ટેમ્બર, 1971 | 7 જુલાઈ, 1972 | કોંગ્રેસ |
નાનાલાલ.એમ.ગજ્જર | 8 જુલાઈ, 1972 | 20 જાન્યુઆરી, 1973 | કોંગ્રેસ |
રામલાલ.બી.જરીવાળા | 6 ફેબ્રુઆરી, 1973 | 19 ફેબ્રુઆરી, 1974 | કોંગ્રેસ |
નવીનચંદ્ર કે. ભારતીય | 10 ડિસેમ્બર, 1975 | 9 ડિસેમ્બર, 1976 | કોંગ્રેસ |
મદનલાલ. બી. બૂંકી | 11 ફેબ્રુઆરી, 1981 | 19 સેપ્ટેમ્બર, 1981 | કોંગ્રેસ |
ચીમનલાલ.વી.પટેલ | 30 ઓક્ટોબર, 1981 | 10 ફેબ્રુઆરી, 1982 | કોંગ્રેસ |
નગીનદાસ.એન. બારડોલીવાલા | 11 ફેબ્રુઆરી, 1982 | 29 જાન્યુઆરી, 1983 | કોંગ્રેસ |
સ્વરૂપચંદ.એસ. જરીવાળા | 10 ફેબ્રુઆરી, 1983 | 20 જૂન, 1983 | કોંગ્રેસ |
કાશીરામ રાણા | 30 જુલાઈ, 1983 | 20 સેપ્ટેમ્બર, 1983 | ભાજપ |
નગીનદાસ.એન. બારડોલી વાલા | 2 નવેમ્બર, 1983 | 7 ફેબ્રુઆરી, 1984 | કોંગ્રેસ |
કાશીરામ રાણા | 7 ફેબ્રુઆરી, 1984 | 3 ડિસેમ્બર, 1984 | ભાજપ |
નગીનદાસ.એન. બારડોલી વાલા | 11 એપ્રિલ, 1985 | 10 ફેબ્રુઆરી, 1987 | કોંગ્રેસ |
ડૉ. જિયોર્જ. ડી.સોલંકી | 11 ફેબ્રુઆરી, 1987 | 30 જાન્યુઆરી, 1988 | કોંગ્રેસ |
કાશીરામ રાણા | 9 ફેબ્રુઆરી, 1988 | 29 જૂન, 1988 | ભાજપ |
કદીર પીરઝાદા | 5 ઓગસ્ટ 1988 | 8 ફેબ્રુઆરી, 1989 | કોંગ્રેસ |
પ્રતાપ સિંહ કાંથારિયા | 8 ફેબ્રુઆરી, 1989 | 8 ફેબ્રુઆરી, 1990 | કોંગ્રેસ |
અજિત.એચ.દેસાઈ | 8 ફેબ્રુઆરી, 1990 | 31 ઓક્ટોબર, 1993 | કોંગ્રેસ |
ફકીર ચૌહાણ | 1 જુલાઈ, 1995 | 1 જુલાઈ, 1996 | ભાજપ |
ગીતા દેસાઈ | 1 જુલાઈ, 1996 | 30 જુલાઈ, 1997 | ભાજપ |
નવનીત લાલ જરીવાળા | 30 જુલાઈ, 1997 | 28 જુલાઈ, 1998 | ભાજપ |
સવિતાબેન વી. શારદા | 28 જુલાઈ, 1998 | 7 જુલાઈ, 1999 | ભાજપ |
ભીખા ભાઈ પટેલ | 7 જુલાઈ, 1999 | 30 જૂન, 2000 | ભાજપ |
અજય ચોકસી | 16 ઓક્ટોબર, 2000 | 28 એપ્રિલ, 2003 | ભાજપ |
સ્નેહલતા બેન ચૌહાણ | 28 એપ્રિલ, 2003 | 15 ડિસેમ્બર, 2005 | ભાજપ |
ડૉ. કનુ માવાણી | 26 ડિસેમ્બર, 2005 | 19 જૂન, 2008 | ભાજપ |
રણજિત ગિલિટ વાળા | 19 જૂન, 2008 | 15 ડિસેમ્બર, 2010 | ભાજપ |
રાજેન્દ્ર દેસાઈ | 15 ડિસેમ્બર, 2010 | 15 જૂન, 2013 | ભાજપ |
નિરંજન ઝાંઝમેરા | 15 જૂન, 2013 | 14 ડિસેમ્બર, 2015 | ભાજપ |
અસ્મિતા સિરોયા | 14 ડિસેમ્બર, 2015 | 20 જૂન, 2018 | ભાજપ |
ડૉ. જગદીશ પટેલ | 20 જૂન, 2018 | ડિસેમ્બર, 2020 | ભાજપ |