સુરત : 23મી તારીખના રોજ અષાઢી બીજના દિવસે સુરતથી 5 પૈકીની મુખ્ય ગણાતી ઇસ્કોન મંદિરની ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળવાની છે. તે પહેલા ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવન ખાતેથી મંગાવવામાં આવ્યા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પણ પ્રતીક છે. કારણ કે, ભગવાનના આ વાઘા વૃંદાવનના હિન્દૂ- મુસ્લિમ કારીગરો મળી તૈયાર કર્યા છે.
ભગવાનના વસ્ત્રની કિંમત તોં નથી આંકી શકાતી, પરંતુ આપણી જાણકારી માટે જણાવી દઈએ કે, એમ્બ્રોડરી અને જરદોશીવર્કથી તૈયાર કરવામાં આવેલા આ વાઘા બેથી અઢી લાખના ખર્ચે તૈયાર કરાયા છે.
અષાઢી બીજ પૂનમના દિવસે સુરતના જહાંગીરપુરા મુકામે આવેલા ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન થવા જઇ રહ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈ સાદગીપૂર્ણ માહોલમાં આ વખતે ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે. તે પહેલાં ભગવાન માટે ખાસ વૃંદાવનથી વાઘા મંગાવવામાં આવ્યા છે.
ઇસ્કોન મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા ખાસ ઓર્ડરથી આ વાઘા તૈયાર કરાવવામાં આવ્યા છે. જે વાઘા ખાસ કરીને હિન્દુ-મુસ્લિમ કારીગરોએ તૈયાર કર્યા છે. જે એક કોમી એકતાનું સમન્વય પણ બની રહે છે.
અષાઢી બીજ પૂનમના દિવસે ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા અને ભાઈ બલરામ નગર ચર્ચાએ નીકળવાના છે. તે પહેલા ભગવાન જગન્નાથને શાસ્ત્રોક્તવીધિ બાદ આ વાઘા પહેરાવવામાં આવશે.જે ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.