સુરત : કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાનોમાં હિજાબ વિવાદ ગુજરાતના સુરત સુધી (Hijab Row in Surat)પહોંચ્યો છે. હિજાબના પક્ષમાં આજે સુરતના ચોક વિસ્તારમાં રેલી કાઢવામાં આવનાર હતી. પોલીસ પરવાનગી નહીં મળતા આ રેલી રદ કરાઇ હતી. તેમ છતાં કેટલીક મુસ્લિમ મહિલાઓ રેલી સ્થળ પર પહોંચી ગઈ હતી. રેલી કાઢવા મુદ્દે તેઓની પોલીસ સાથે (Muslim Womens Rally in Surat ) રકઝક થઈ હતી. ત્યારબાદ 6 જેટલી મુસ્લિમ મહિલાઓ અટકાયત કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા
આ રેલી માટે સોશિયલ મીડિયામાં પોસ્ટર પણ વાયરલ (Hijab Row in Surat)કરવામાં આવ્યા હતા. સુરતના ચોક વિસ્તારમાં આવેલી આઇ.પી.મિશન શાળાથી ચોક બજાર ખાતે આવેલ ગાંધી પ્રતિમા સુધી જનાર હતી. પરંતુ પોલીસ દ્વારા આ રેલીને (Muslim Womens Rally in Surat )પરવાનગી નહીં આપતા રેલી રદ કરવામાં આવી હતી. સવારથી જ રેલી સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં મહિલા પોલીસકર્મીઓ રેલી સ્થળે હાજર હતાં.
આ પણ વાંચોઃ Hijab Row : કર્ણાટકમાં યુનિવર્સિટીઓ અને કોલેજો 16 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે
પોલીસે 6 મહિલાની અટકાયત કરી
એઆઈએમના ત્રણ સ્થાનિક નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. રેલી રદ હોવા છતાં કેટલીક મુસ્લિમ મહિલા (Hijab Row in Surat) રેલી સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ સાથે હિજાબ રેલી કાઢવા મુદ્દે રકઝક (Muslim Womens Rally in Surat ) શરૂ કરી હતી. જેથી પોલીસે 6 જેટલી મહિલાઓની અટકાયત કરી સુરતના અઠવા પોલીસ મથક (Surat Police ) લઈ ગઈ હતી. રેલી સ્થળે મુસ્લિમ સમાજના આગેવાન હાજર હતાં જેથી લોકોને રેલી ન કાઢવા મુદ્દે સમજાવી શકાય.
આ પણ વાંચોઃ Hijab Row in Surat : સુરતમાં પડ્યાં હિજાબ વિવાદના પડઘા, મુસ્લિમ મહિલાઓનો વિરોધ