- સુરતની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી
- દુષ્કર્મ કરનારા મામાની ધરપકડ કરાઈ
- યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી ત્યારે જ મામાએ આત્મહત્યાની કોશિશ કરી
સુરત: શહેરમાં થોડા દિવસ એક યુવતી દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં પોતાની ઉપર દુષ્કર્મ કરાયાની ફરિયાદ લઈને ગઈ હતી, ત્યારે રાંદેર પોલીસે આ યુવતીની ફરિયાદ લઈને દુષ્કર્મ કરનારાની શોધખોળ ચાલુ કરી હતી. આજે શુક્રવારે રાંદેર પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.
યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી ત્યારે જ તેને આત્મહત્યાની કોશિશ કરી
યુવતી દ્વારા જયારે પોલીસમાં ફરિયાદ આપવામાં આવી ત્યારે આરોપીને આ વાતની જાણ થતાં જ તેને આત્મહત્યાની કોશિશ કરી હતી, ત્યારે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત સ્થિર છે અને તે હાલ પોલીસ લોકપમાં છે. તેના પરિવાર દ્વારા એમ પણ કહેવામાં આવી રહું છે કે, આ પણ તેને એક નાટક જ કર્યું હતું કે, હું આત્મહત્યાની કોશિશ કરીશ એટલે કેસ પાછો લઇ લેશે પણ એમાં કોઈ જ ફર્ક ન આવતા આરોપીએ આત્મહત્યાની કોશિશ કરી હતી