ETV Bharat / city

આખરે સુરતીલાલાએ માણ્યો મેઘો, વહેલી સવારથી જોરદાર બેટિન્ગ - Heavy rain in surat

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી (forecast by meteorology department) મુજબ 17 જુન બાદ રાબેતા મુજબ વરસાદ પડી શકે તેવી સંભાવના કરવામાં આવી હતી. જે આગાહી મુજબ જ સુરતમાં ગતરોજ મોડી રાતથી વરસાદે દસ્તક આપી હતી. બપોર સુધી સતત વરસાદ (Heavy rain in surat) વરસતો રહ્યો હતો ત્યારબાદ આજે વહેલી સવારે ફરીથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઇ હતી.

આખરે સુરતીલાલાએ માણ્યો મેઘો, વહેલી સવારથી જોરદાર બેટિન્ગ

author img

By

Published : Jun 19, 2022, 3:57 PM IST

સુરત: હવામાન વિભાગની આગાહી (forecast by meteorology department) મુજબ રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી શકે છે, પરંતુ 20 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy rain in surat)ની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે , સુરતમાં ગતરોજ મોડી રાત્રીથી જ વરસાદ વરસવાનું ચાલુ થયું હતું અને બપોર સુધી સતત વરસાદ વરસ્યો હતો. જેને લઇને સુરતમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે વહેલી સવારથી જ સતત વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઇ હતી. જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી.

આ પણ વાંચો: Floods In Assam : આસામમાં ફાટ્યું આભ, ચારેકોર તબાહી, 87 લોકોના મોત

સૌથી વધુ અઠવા ઝોનમાં વરસાદ: સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ (Surat all over rain) પડી રહ્યો છે. જ્યારે શહેરના અઠવાલાઇન્સ, વેસુ, પીપલોદ, ધુમ્મસ અને હજીરા કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે વાહનચાલકોએ દિવસે પણ લાઇટ ચાલુ કરવાની નોબત આવી હતી. શહેરના ઉધના ઝોન વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળા પાસે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં દુબઈ જેવો થ્રી લેયર બ્રિજ, જુઓ સ્કાય વ્યૂ

સતત વરસાદ વરસવાને કારણે સૌથી વધુ અઠવા ઝોન વિસ્તારમાં 14 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 3 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં તાપી નદી ઉપર બનાવવામાં આવેલ રાંદેર અને કતારગામને જોડતાં કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે. હાલ કોઝવેની સપાટી 5.15 મીટર પર પહોંચી છે. કોઝવે ની સપાટી 6 મીટર ઉપર પહોંચતા ઓવરફલો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.