ETV Bharat / city

આર્ય સમાજે સ્મશાનગૃહ અને કોવિડ હોસ્પિટલમાં કર્યો હવન

સુરત શહેરના ઉમરા સ્થિત રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં કોરોનાની મહામારી દૂર થાય અને વાતાવરણ શુદ્ધ બને તે હેતુથી આયુર્વેદિક હવન કરવામાં આવ્યો હતો. આ સાથે આર્ય સમાજ દ્વારા સુરત કોવિડ હોસ્પિટલની બહાર પણ ખાસ આયુર્વેદિક ઔષધિની આહૂતિ પણ આપવામાં આવી હતી. જેથી વાતાવરણ શુદ્ધ થઇ શકે.

આર્ય સમાજે સ્મશાનગૃહ અને કોવિડ હોસ્પિટલમાં કર્યો હવન
આર્ય સમાજે સ્મશાનગૃહ અને કોવિડ હોસ્પિટલમાં કર્યો હવન
author img

By

Published : Apr 14, 2021, 6:48 PM IST

Updated : Apr 14, 2021, 7:55 PM IST

  • વાતાવરણ શુદ્ધ બને તે હેતુથી આયુર્વેદિક હવન કરવામાં આવ્યો
  • હવનમાં ખાસ આયુર્વેદિક ઔષધિની આહૂતિ આપવામાં આવી
  • કોવિડ હોસ્પિટલની બહાર પણ કર્યો હવન

સુરત: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. આ ઉપરાંત સ્મશાનમાં મૃતદેહોની અંતિમ વિધી કરવા માટે લોકો વેઈટિંગમાં બેસી રહ્યા છે, ત્યારે સુરતના ઉમરા સ્થિત રામનાથ ઘેલા સ્મશાનગૃહમાં આર્ય સમાજ દ્વારા આયુર્વેદિક હવન કરવામાં આવ્યો હતો. અહીં સતત કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે અને અંતિમ વિધી માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો: કેન્દ્રિય ગૃહ પ્રધાન શાહના જન્મદિવસે ગાંધીનગરમાં 51 હજાર હોમાત્મક હવન કરાયો, દેશમાંથી કોરોના દૂર થાય તેવી પ્રાર્થના

સ્મશાનનું વાતાવરણ શુદ્ધ થઇ શકે તે માટે કરાયો હવન

કોરોના મહામારી દુર થાય અને વાતાવરણ શુદ્ધ થાય તે માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં ખાસ આયુર્વેદિક ઔષધિની આહૂતિ આપવામાં આવી હતી. જેથી સ્મશાનનું વાતાવરણ શુદ્ધ થઇ શકે. સુરતના કોવિડ હોસ્પિટલ બહાર પણ આ હવન કરાયું છે.

આ પણ વાંચો: દેશનો પ્રથમ પ્રયોગ: ભાવનગરમાં યજ્ઞ થેરાપીથી વિસ્તારને સેનીટાઇઝ કરાયો

એક કિલોમીટર સુધી વાતાવરણ શુદ્ધ થાય છે

આર્ય સમાજ સુરતના સંચાલક ઉમાશંકરે જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ રીતે આયુર્વેદિક અને વનસ્પતિઓ દ્વારા હવન કરાઈ રહ્યો છે. જેના કારણે એક કિલોમીટર સુધી વાતાવરણ શુદ્ધ થાય છે. શુદ્ધિકરણના કારણે લોકોને કોરોનાથી રાહત થાય આ હેતુથી અમે સ્મશાન ભૂમિ અને સિવિલ કોવિડ હોસ્પિટલની બહાર આ હવન કર્યો છે.

Last Updated : Apr 14, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.