ETV Bharat / city

સજ્જુ કોઠારી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામીને તેના ભાઈ સહિત 5ની ધરપકડ

સુરતમાં પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વધુ એક ગેંગનો સફાયો બોલાવવા માટે સજ્જુ કોઠારી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી તેના ભાઈ સહિત 5ની ધરપકડ કરી હતી.

Gujsitok
Gujsitok
author img

By

Published : Feb 11, 2021, 10:27 PM IST

  • પોલીસ કમિશનરે આવતાની સાથે ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગનો સફાયો બોલાવવાનું શરૂ કર્યું
  • સજ્જુ કોઠારી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર
  • પોલીસે સજ્જુને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા

સુરત: શહેર પોલીસ કમિશનર દ્રારા શહેરમાં વધુ એક ગેંગનો સફાયો બોલાવવા માટે સજ્જુ કોઠારી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી તેના ભાઈ સહિત પાંચની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનરે આવતાની સાથે ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગનો સફાયો બોલાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં આતંક મચાવી રહેલી તમામ ગેંગની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જેમની સામે એક પછી એક ગુજસીટોકનું હથિયાર ઉગામી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ગુરુવારે પોલીસ કમિશનરે શહેરમાં ઘણા સમયથી આતંક મચાવનારી સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તેના ભાઈ સહીત 5 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. સજ્જુ કોઠારી હાલ ફરાર છે. પોલીસે સજ્જુને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

સજ્જુ કોઠારી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર

પોલીસ પર હૂમલા સહિતના અનેક ગુના દાખલ

નાનપુરા જમરૂખગલીમાં રેહતો સજ્જુ કોઠારી સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયા છે. જુગારની ક્લબ ચલાવવી કે પછી ફાયનાન્સના ધંધામાં જેની પાસે રૂપિયા લેવાના હોય તેનું અપહરણ અને પોલીસ પર હુમલો કરવાના પણ અનેક ગુના સજ્જુ કોઠારીની સામે નોંધાયા છે. જમીન બાબતે અગાઉ તેની સામે ઉમરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે.

થોડા દિવસ પહેલા જ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેઈડ કરાઈ હતી

પોલીસે મોહમ્મદ યુનુસ કોઠારી, જાવેદ ગુલામ, આરીફ અબ્દુલ રેહમાન કોઠારી જે સજ્જુનો બનેવી છે અને રાંદેર શીતલ ચાર રસ્તા પાસે જુગારની ક્લબ ચલાવતો હતો અને થોડા દિવસો પહેલા જ તેના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરીને લાખો રૂપિયાનો જુગાર પકડી પાડ્યો હતો. તે અને બીજા બે મોહમ્મદ આરીફ અને મોહમ્મદ કામિલની ધરપકડ કરી લીધી છે.

કોની કોની સામે ફરિયાદ દાખલ

આ બનાવ બાદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કોઠારી, સમીર સલીમ શેખ, હુસનેન તાહીર પોકાવાલા, મોહમદ યુનુસ કોઠારી, જાવેદ ગુલામ, હુસૈન ઇબ્રાહીમ મલીક, આરીફ અબ્દુલ રહેમાન શેખ, મોહમદ આરીફ ઉર્ફે મોહમદ પોપટ મોહમદ, મુનીર શેખ મોહમદ, કાલીમ મોહમદ અલી આ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.