સુરત : ઉત્તરાયણનો પર્વ આજે સૌ કોઈ ઉજવી (Makar Sankranti 2022) રહ્યાં છે, ત્યારે પતંગ રસિયાઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. શું તમને ખબર છે કે, પતંગ ચગાવવા માટે ગુજરાતી મૂવીના પ્રખ્યાત એક્ટર ધર્મેશભાઈ વ્યાસ દર વર્ષે સુરત આવે છે, તેઓ પતંગ ચગાવવાની મજા માણવા માટે મુંબઇથી સુરત આવતા હોય છે, ત્યારે ગુજરાતી મૂવીના એક્ટર ધર્મેશ વ્યાસ સુરતમાં ઉત્તરાયણ સેલિબ્રેટ કરી રહ્યાં છે.
ફરજીયાત 7 દિવસ કોરેનટાઇન કરવામાં આવશે
ધર્મેશ વ્યાસે જણાવ્યું હતું કે, આ તહેવાર માટે હું કરોડો રૂપિયાનું ફિલ્મ શૂટિંગ છોડી શકું છું. કોરોના હોવાથી કોવિડ-19 પાલન કરી સુરત આવ્યો છું. હું પરિવાર સાથે ઉતારાયણ માનાવવા માટે મારે પરમિશન લઈને આવું પડ્યું કારણ કે, મુંબઈમાં અમારું આખું એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું છે, હું ત્યા જઈશ એટલે મને ફરજીયાત 7 દિવસ કોરન્ટાઈન કરવામાં આવશે. હંગેરી ખાતે ફિલ્મ શૂટ ચાલી રહી હતી. મુંબઇથી મ્યુનિસિપલ કમિશ્નરની ખાસ પરવાનગી લઇને આવ્યો છું.
આ પણ વાંચો:
Uttarayan in Rajkot : રંગીલા રાજકોટમાં ઉત્તરાયણમાં જોવા મળ્યો નિરૂત્સાહ