- સુરત વાલીમંડળે કહ્યું ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો
- વોટ્સએપ કે પછી અન્ય માધ્યમથી પરીક્ષાઓ લ્યો છો એના કરતા માસ પ્રમોશન આપો
- કોરોના કાળમાં અમારા બધાના જ વેપારને ખુબ જ નુકસાન થયું છે
સુરત વાલીમંડળ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તમે પરીક્ષા લેવા કરતા બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો, તેમનું એમ પણ કેહવું છે કે, અમુક વાલીઓ પાસે આજે પણ સ્માર્ટ ફોન નથી ઓછું ભણેલાં છે કઈ રીતે બધું કરશે તે તો વિચારો, સાહેબ અને અમારી આ માગ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને જ કરીએ છીએ તમે નંબર બહાર પાડો છો કે વોટ્સએપથી પરીક્ષા લેશો તો એમાં સમય,પૈસા અને વાલીઓના કામ ધંધાને પણ નુકસાન છે. એમ પણ આ કોરોના કાળમાં અમારા બધાના જ વેપારને ખુબ જ નુકસાન થયું છે, તો આપશ્રી આ પદ્ધતિને ચેન્જ કરી પહેલા જેવી પદ્ધતિ રાખો તો પણ ચાલશે.
સુરત વાલીમંડળ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને એક લેટર આપવામાં આવ્યો
સુરત વાલીમંડળ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને એક લેટર આપવામાં આવ્યો છે, તે લેટરમાં એમ લખવામાં આવ્યું છે કે, તમે જે વોટ્સએપથી ઓનલાઈન પરીક્ષા લેવા માંગો છો તેમાં તમે ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કોવિડને ધ્યાનમાં રાખીને નિયમ મુજબ પરીક્ષાઓ લેવામાં આવે. આ મહામારીમાં યોગ્ય નિરાકરણ લાવી સુરત જ નહિ પરંતુ આખા રાજ્યના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો એવી અમારી માગ છે.