સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની (Rain In Gujarat) આગાહી થઈ છે. તે દરમિયાન સુરતમાં મેઘરાજા મહાલી રહ્યાં છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે નવસારી, વલસાડમાં સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ આપ્યું છે. હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ જાહેર કર્યો છે. તેમજ સુરત જિલ્લા કલેકટર દ્વારા લોકોને બિનજરૂરી (Moonsoon Gujarat 2022) પ્રવાસ ટાળવાની સૂચના કરી છે.
આ પણ વાંચો : રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ
બે દિવસમાં વરસાદનું જોર હજી - સુરત હવામાન વિભાગ દ્વારા શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર (Gujarat Rain Update) વરસાદ પડી ચૂક્યો છે અને આગામી બે દિવસમાં વરસાદનું જોર હજુ પણ જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો, સહુથી વધુ વરસાદ ઉમરપાડામાં 129 MM, જ્યારે સહુથી ઓછો કામરેજમાં 18 MM નોંધાયો હતો. તેમજ પલસાણા 37 MM, ઓલપાડ 31 MM, ચોર્યાસી 49 MM, બારડોલી 26 MM, મહુવા 80 MM, માંગરોળ 52 MM, માંડવી 42 MM, તેમજ સુરત શહેરમાં 23 MM વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં જોરદાર વરસાદ, રસ્તા પર નદીઓ વહેતા વાહનચાલકો અટવાયા
ત્રણ દિવસમાં ઉકાઈ ડેમની સપાટી ત્રણ ફૂટ વધી - જ્યારે બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. 1 લાખ પાણીની આવક ઉકાઈ ડેમમાં થતા ઉકાઈ ડેમની સપાટી વધીને 318.68 ફૂટ પર પહોંચી છે. ત્રણ દિવસમાં (Gujarat Weather Prediction) ઉકાઈ ડેમની સપાટી ત્રણ ફૂટ વધી છે. 1 લાખ પાણીની આવક સામે ઉકાઈ ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી વધુ ચાંદનપુરમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેને લઈને હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં 11મીથી 12મી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. તેમજ 13મીથી 15મી પણ અતિભારે (Rain Alert in Surat) વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યો છે.