સુરતઃ જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામ ખાતે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. અહીં વરરાજા ડીજેમાં નાચી રહ્યા હતા. તે દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે જ અરેઠ ગામમાં વરરાજાનો જ લગ્નપ્રસંગ તેના માટે અંતિમ પ્રસંગ બન્યો હતો.
આ પણ વાંચો- એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!
વરરાજા નાચી રહ્યા હતા ત્યારે થયો છાતીમાં દુખાવો - સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામ ખાતે પતિપત્ની એક તાંતણે બંધાય એ પહેલાં જ વરરાજાનું મોત થતાં ચકચાર મચી હતી. અહીં મિતેશભાઈ નામના યુવકના લગ્ન હતા. ત્યારે રાત્રે અહીં ડીજેના તાલે વરરાજા સહિત અન્ય લોકો પણ નાચી રહ્યા હતા. તે દરમિયાન જ રાત્રે 1.30 વાગ્યાની આસપાસ વરરાજા મિતેશભાઈને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને વધુ સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
સ્મારક હોસ્પિટલમાં થયું મોત - બારડોલી સ્મારક હોસ્પિટલમાં (Bardoli Memorial Hospital) સારવાર દરમિયાન વરરાજા મિતેશભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. તેના કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સાથે જ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. જોકે, આ ઘટનાને લઈને હાલ માંડવી પોલીસ સ્ટેશનમાં (Mandvi Police Station) ફરિયાદ નોધાઈ હતી.