ETV Bharat / city

Grishma Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ, 16મી એપ્રિલે આવશે ચુકાદો - ગ્રીષ્મા મર્ડર વિડીયો

ગ્રીષ્મા હત્યા કેસ (Grishma Murder Case)માં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસનો ચુકાદો 16મી એપ્રિલે જાહેર કરવામાં આવશે.

ગ્રીષ્મા હત્યા કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ, 16મી એપ્રિલે આવશે ચુકાદો

author img

By

Published : Apr 6, 2022, 5:19 PM IST

Updated : Apr 6, 2022, 5:54 PM IST

સુરત: સુરત જિલ્લા ચકચારી ગ્રીષ્મા હત્યા (Grishma Murder Case) મામલે આજરોજ કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ કરવામાં આવી છે અને હવે પછી કોર્ટ દ્વારા 16મી એપ્રિલે જજમેન્ટ આપવામાં આવશે. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ (Grishma Murder Case Charge sheet) દાખલ કરી હતી અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.

આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.

આરોપીને 900થી વધારે સવાલો કરવામાં આવ્યા- આ ઉપરાંત ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, CCTV, ઘટના પહેલાના વિડીયો (Grishma Murder Video), ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કરી આજરોજ સુરતની નામદાર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિમલ.કે.વ્યાસ આ કેસમાં હવે 16મી એપ્રિલે જજમેન્ટ આપશે. આરોપીને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા હતા. સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ જે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા (Crime In Surat) આરોપી ફેનિલે કરી હતી. તે કેસની મુખ્ય કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ.કે.વ્યાસના કોર્ટમાં આજે પૂર્ણ થઇ છે.

આ પણ વાંચો: Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટમાં ડૉક્ટરની જુબાની લેવામાં આવી, ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે

100થી વધુ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા- આ ટ્રાયલ ડે ટુ ડે કેસ ઉપર ચલાવવામાં આવ્યો. ફરિયાદ પક્ષ તરફથી 100થી વધુ દસ્તાવેજો અને મૌખિક જુબાની રજૂ કરવામાં આવી હતી. આરોપીને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષોની દલીલો શરૂ થઇ હતી. બંને પક્ષોની દલીલો એક અઠવાડિયા સુધી ચાલી. બંને પક્ષોની દલીલ આજરોજ પૂર્ણ થતા આ કેસમાં નામદાર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિમલ.કે.વ્યાસે આ કેસનો ચુકાદો 16મી એપ્રિલે જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

આરોપીએ ડિમાર્ટમાંથી ચાકુ ખરીદ્યું હતું- ફરિયાદી પક્ષે નજરે જોનારા સહેદો, મેડિકલ એવિડન્સ, પંચોના પુરાવાઓ આ બધા પુરાવાથી કેસ પુરવાર કર્યો છે. ફરિયાદી પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં ઇરાદાપૂર્વક હત્યા (Pasodara Murder Case) કરવામાં આવી હતી. હત્યા પહેલા આરોપીએ ડિમાર્ટમાંથી ચાકુ ખરીદ્યું હતું તેનો પુરાવો રજૂ કરવામાં આવ્યો છે. આરોપીને લાગ્યું કે એક ચાકુથી કામ નહી ચાલે જે માટે બીજું ચાકુ પણ લીધું હતું. આ ચાકુ તેણે સુભાષના પેટમાં માર્યું હતું જેને કારણે સુભાષના પેટના આંતરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: Grishma Vekariya Murder Case : સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો

બનાવના દિવસે ગ્રીષ્માની કોલેજમાં પણ ગયો હતો ફેનિલ- બનાવના દિવસે સવારે આરોપી ફેનિલ ગોયાણી ગ્રીષ્માની કોલેજમાં પણ ગયો હતો, પરંતુ ગ્રીષ્મા તે દિવસે ક્લાસમાં હતી. જેથી કોલેજમાં આ ઘટના બનવાની હતી તે બનતી રહી ગઈ હતી. ત્યારબાદ તેનો પીછો કરીને તે ગ્રીષ્માના ઘરે ગયો હતો. ત્યાં જઈને ગ્રીષ્માના કાકા સુભાષભાઈ પર હુમલો કર્યો હતો. તેમના પેટમાં ચાકુ માર્યું હતું. ત્યારબાદ તેમના ભાઈના માથામાં પણ માર્યું હતું. ગ્રીષ્મા ભાગતી હતી તો તેને પકડીને તેના ગળા ઉપર ચાકુ મારીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.

Last Updated : Apr 6, 2022, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.