સુરત: શહેરના પૂણા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 300માં આચાર્ય નિશાંતકુમાર વ્યાસે 14 વર્ષના વિદ્યાર્થી સાથે જાતીય સતામણી (Surat principal video Controversy) કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ઘણા વિવાદો થયા હતા.
![વિદ્યાર્થીને કેબિનમાં બોલાવી નગ્ન કર્યો, હવસખોર પ્રિન્સિપલનો વીડિયો વાયરલ થતા વિવાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-nagarpsrthimkschool-principal-gj10058_31072022095723_3107f_1659241643_918.jpg)
આ પણ વાંચો: NIAએ ISIS સાથે જોડાયેલા 6 રાજ્યોમાં 13 જગ્યાએ પાડ્યા દરોડા, ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ધનેશ શાહ દ્વારા પણ આ મામલે કોઈ તપાસ કરવામાં આવી ન હતી, પરંતુ આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રિન્સિપલ (greedy Principals Video Goes Viral Controversy) ઉપર ગુનો દાખલ કરવા માટે સમિતિ નો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે અંતે આ આ મામલે પુણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન શાળાના આચાર્ય પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયો હતો. અને અંતે ગઈકાલે પૂણા પોલીસ દ્વારા તેમના ઘરેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થીને કેબિનમાં બોલાવી નગ્ન કર્યો: સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 300માં આચાર્ય નિશાંતકુમારે (Surat principal abused student) દ્વારા 14 વર્ષના વિદ્યાર્થી સાથે જાતીય સતામણી કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ઘણા વિવાદો થયા હતા. જોકે વિડિયો વાયરલ થયો હતો તે મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી હતી, ત્યારે એમ જાણવા મળ્યું હતું કે આ વિડીયો ત્રણ મહિના પેહલા નો છે.
આ પણ વાંચો: આણંદમાં વરસાદના કારણે સરકારી ચોપડે 200થી વધુ મકાનોને નુકસાન
તપાસ દરમિયાન એમ પણ જાણવા મળ્યું કે, આ વિડીયો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોઈ સ્ટાફ દ્વારા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ને આપી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે જ્યારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે એમ જાણવા મળ્યું હતું કે, હવસખોર પ્રિન્સિપલ નિશાંતકુમાર વ્યાસ દ્વારા 14 વર્ષના વિદ્યાર્થી સાથે જાતીય સતામણી તો કરી જતી પરંતુ આ પહેલા પણ ઘણા વિદ્યાર્થીઓ સાથે આ રીતે નું કૃત્ય કર્યું હતું.અને પોલીસે એ પણ તપાસ કરી હતી કે આ વિડીયો 2018માં આ વિદ્યાર્થીને પોતાના કેબિનમાં બોલાવી તેને નગ્ન કર્યો હતો.પરંતુ હવે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી છે ત્યારે આ મામલે વધુ તપાસ કરીને વધુ હકીકત બહાર આવી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે.