ETV Bharat / city

Surat Hunar Hat: સુરતના વનિતા વિશ્રામ ખાતે ‘હુનર હાટ’નું રાજ્યપાલ હસ્તે ઉદ્ઘાટન - હુનર હાટનું રાજ્યપાલ હસ્તે ઉદ્ઘાટન

સુરત શહેરના વનિતા વિશ્રામ ખાતે "હુનર હાટ"નું આયોજન (Planning of Surat "Hunar Hat") કરવામાં આવ્યું છે. જેનુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કશ્મીરથી કન્યાકુમારી સુધી તમામ રાજ્યના હસ્તકળાના શિલ્પીઓ પોતાની કળાને અહી રજુ કરી રહ્યા છે. આ પ્રકારના આયોજનોથી લાખો લોકોને રોજગારી મળી રહી છે. સુરતમાં થતાં આયોજનમાં સ્ટોલ ધારકોનો અત્યાર સુધીનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે, કારણ કે અહીંથી ખૂબ સારી આવક ઊભી કરી શક્યા છે. આચાર્ય દેવવ્રતે આ આયોજનને લઇને કહ્યું (Acharya Devvrat on Surat Hunar Hat ) હતું કે, હુનર હાટ દ્વારા કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના કલાકારોને પ્લેટફોર્મ આપવાનો સરકારનો આ પ્રયાસ છે. જેથી કુશળ કારીગરો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે.

હુનર હાટનું રાજ્યપાલ હસ્તે ઉદ્ઘાટન
Surat Hunar Hat: સુરતના વનિતા વિશ્રામ ખાતે ‘હુનર હાટ’નું રાજ્યપાલ હસ્તે ઉદ્ઘાટન
author img

By

Published : Dec 12, 2021, 10:31 PM IST

Updated : Jun 27, 2022, 12:44 PM IST

  • "હુનર હાટ "નું રાજ્યપાલના હસ્તે ઉદઘાટન
  • કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમામ રાજ્યના સ્ટોલ
  • કલા અને કૌશલ્ય એ આપણા દેશની હજારો વર્ષો જૂની સંસ્કૃતિ

સુરત: 11થી 20 ડિસેમ્બર સુધી શહેરના વનિતા વિશ્રામ ખાતે "હુનર હાટ"નું આયોજન (Planning of Surat "Hunar Hat") કરવામાં આવ્યું છે. જેનુ આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન (Governor inaugurates 'Hunar Hat' ) કરવામાં આવ્યું હતું, તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી, દર્શના જરદોશ, લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ તથા શહેરના મેયર હાજરી આપી હતી. ઉદ્ઘાટનની સાથે જ તેઓએ રાજ્યપાલ દેવવ્રત કશ્યપે હુનર હાટ (Surat Hunar Hat) માં સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે વ્યવસ્થા અંગે વાતચીત કરી હતી. સ્ટોલ ધારકો સરકાર દ્વારા હુનર ઉદ્યોગને કરવામાં આવતી મદદને લઈને ઘણા બધાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની હસ્તકળા જીવંત રાખવા માટે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

Surat Hunar Hat: સુરતના વનિતા વિશ્રામ ખાતે ‘હુનર હાટ’નું રાજ્યપાલ હસ્તે ઉદ્ઘાટન

કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમામ રાજ્યના સ્ટોલ લગાવવામાં આવ્યા

સુરત શહેરના વનિતા વિશ્રામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે "હુનર હાટ" ('Hunar Hat' at Vanita Vishram in Surat )નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં કશ્મીરથી કન્યાકુમારી સુધી તમામ રાજ્યના હસ્તકળાના શિલ્પીઓ પોતાની કળાને અહી રજુ કરી રહ્યા છે. આ પ્રકારના આયોજનોથી લાખો લોકોને રોજગારી મળી રહી છે. સુરતમાં થતાં આયોજનમાં સ્ટોલ ધારકોનો અત્યાર સુધીનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે, કારણ કે અહીંથી ખૂબ સારી આવક ઊભી કરી શક્યા છે.

કેમિકલ યુક્ત ચાઈના રમકડાંથી બાળકોના વિકાસમાં અભાવ જોવા મળતો હતો

આચાર્ય દેવવ્રતે આ આયોજનને લઇને કહ્યું (Acharya Devvrat on Surat Hunar Hat) હતું કે, હુનર હાટ દ્વારા કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના કલાકારોને પ્લેટફોર્મ આપવાનો સરકારનો આ પ્રયાસ છે. જેથી કુશળ કારીગરો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે. આપણા દેશના સ્વદેશી રમકડા બાળકોને નુકસાન પહોંચાડતા નથી અને ચાઇના એવા રમકડાઓ બનાવતી હતી જેમાં કેમિકલનો ઉપયોગ થતો હતો. જેથી બાળકોનાં વિકાસમાં અભાવ જોવા મળતો હતો. આપણા દેશના લોકોએ આપણા જ ધનને વિદેશ મોકલવા ઉપર મજબુર બન્યા હતા, પરંતુ હવે આપણા શિલ્પકારો એ આપણા ધનને આપણા દેશમાં રાખવાનું કામ કર્યું છે, જેને કારણે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.

આ પણ વાંચો: Surat Students Innovation: વિદ્યાર્થીઓએ ઈલેક્ટ્રિક વાહન માટે એવું ચાર્જર બનાવ્યું, જે માત્ર 30 મિનીટમાં 80 ટકા બેટરી કરશે ચાર્જ

કલા અને કૌશલ્ય એ આપણા દેશની હજારો વર્ષો જૂની સંસ્કૃતિ

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, આપણા દેશમાં કલા અને કૌશલ્યની કમી નથી. કલા અને કૌશલ્ય એ આપણા દેશની હજારો વર્ષો જૂની સંસ્કૃતિ છે. આપણી પાસે આટલી બધી કલા અને સંસ્કૃતિઓ છે, જેને કારણે દુનિયાની કોઈપણ સંસ્કૃતિ આટલી મજબૂત હોય નહિ તથા અન્ય દેશો એવા છે જેઓ આર્ટિફિસિયલ અને ઇન્વિટિશનમાં લાગ્યા છે. આપણી પાસે તો સાચી કલા છે. એ સાચી કલાને આપણે ખૂબ જ સારી રીતે લોકો સુધી પહોંચાડીએ.

આ પણ વાંચો: Historic Judgement by Surat Court: પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે સૌથી ઝડપી ફાંસીની સજા

Last Updated : Jun 27, 2022, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.