ETV Bharat / city

Gothan Hazira Broad Gauge Railway: ગોથાણ-હજીરા ન્યુ બ્રોડગેજ રેલવે લાઈનને લઇને વિવાદ, ખેડૂતો દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયાનો વિરોધ - ક્લિપો કંપનીની રેલ્વે લાઇન સુરત

સુરતના ગોથાણથી હજીરા વચ્ચે ન્યુ બ્રોડગેજ રેલવે લાઇન (Gothan Hazira Broad Gauge Railway) માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ તેનો ઉકેલ બતાવવા સાથે વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Gothan Hazira Broad Gauge Railway: ગોથાણ-હજીરા ન્યુ બ્રોડગેજ રેલવે લાઈનને લઇને વિવાદ, ખેડૂતો દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયાનો વિરોધ

author img

By

Published : Feb 24, 2022, 3:30 PM IST

સુરત: ગોથાણથી હજીરા વચ્ચે ન્યુ બ્રોડગેજ રેલવે લાઈન (Gothan Hazira Broad Gauge Railway) નાંખવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ (Land acquisition process surat)થતા જ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતના ગોથાણથી હજીરા વચ્ચેની આ રેલવે લાઇન (Gothan Hazira Railway Line) માટે જમીન સંપાદનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હજીરાની 2 કંપનીઓએ રેલવે લાઇન માટે પહેલેથી જ જમીન ખરીદી છે, પરંતુ બાકીની જમીન સંપાદનની પ્રક્રિયા બાકી છે, જેને લઈ વિરોધ સર્જાયો છે.

જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ.

ખેડૂતો લડતનું રણશિંગું ફૂંકશે

ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, હાલની હયાત રેલવે લાઈનમાં સર્વે કરીને સાઈડિંગ આપીને ગમે તેટલી ટ્રેનો દોડાવી શકાય તેમ છે, પરંતુ ખેડૂતોની મહામુલી જમીન (Agricultural Land In Gothan Hazira) જ જોઈતી હોય તો ખેડૂતો કોઈ કાઢી આપવા તૈયાર નથી. આ મુદ્દે ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે, આગામી દિવસોમાં ખેડૂતો એકત્ર થઇને લડતનું રણશિંગું ફૂંકશે.

આ પણ વાંચો: મોરૈયા મટોળા પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે ટ્રેકના એંકર ઉખાડી ફેંકી દીધા

સાયડિંગ આપવામાં આવે તો ટ્રેનોની અવરજવરમાં મુશ્કેલી થેશે નહીં

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ (President of Gujarat Khedut Samaj) જયેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ વેસ્ટર્ન રેલ્વે ટ્રેક (Ahmedabad-Mumbai Western Railway Track) પર દરરોજ 200થી વધુ રેલવે ટ્રેન દોડે છે. આ માટે ફક્ત 2 જ ટ્રેક છે, જ્યારે ગોથાણીથી હજીરા વચ્ચે ક્લિપો કંપનીની રેલવે લાઇન (Clipo Company's railway line Surat) ચાલું જ છે. હજીરાની મુખ્ય 5 મહાકાય કંપનીઓ ગુડ્સ ટ્રેન (Goods train in surat)નો ઉપયોગ કરવાની છે. આથી આ કંપનીઓને દરરોજની કેટલી ટ્રેનોની જરૂર પડશે તેની ગણતરી કરવાની સાથે જો અલગ અલગ જગ્યાએ સાયડિંગ આપી દેવામાં આવે તો ટ્રેનોની અવરજવરમાં કોઈ મુશ્કેલી નડશે નહીં.

આ પણ વાંચો: Bullet Train Project: વાપીમાં રેલવે પ્રધાને બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી નિહાળી અધિકારીઓ સાથે સમીક્ષા કરી

ખેડૂતો ભેગા થઈને લડતની રણનીતિ નક્કી કરશે

ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, હજીરાના ઉદ્યોગો માટે ગોથાણથી હજીરા સુધી 40 કિલોમીટરમાં 85 હેક્ટર જમીન સંપાદન કરી ન્યુ બ્રોડગેજ રેલવે લાઈન શરૂ કરવા માટે પ્રથમ જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામું બહાર પડતા જ ખેડૂતોમાં લડતના મંડાણ થયા છે. આગામી દિવસોમાં 14 ગામના 277 સર્વે નંબરના ખેડૂતો ભેગા થઈને લડતની રણનીતિ નક્કી કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.