સુરત: આજે સવારે શારજાહથી સુરત આવેલી ફ્લાઇટમાંથી વરાછા વિસ્તારમાં રહેતા સંજય નામનો યુવક ઉતર્યો હતો. તે શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ યુવાનની અંગ ઝડતી લીધી હતી. કસ્ટમ વિભાગને સંજય પાસેથી રૂપિયા 9 લાખની કિંમતની 200 ગ્રામ વજનની સોનાની કેપ્સ્યુલ મળી આવી હતી. સંજય ગુદા માર્ગમાં આ કેપ્સ્યુલ છુપાવીને લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે ઝડપાયો હતો અને કસ્ટમ વિભાગે હાલમાં સંજયની સોનાની દાણચોરીના કેસમાં અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી છે.
સંજય કોના માટે આ સોનું લાવ્યો હતો એ તપાસનો વિષય છે. સુરતથી શારજાહની ફ્લાઇટ શરૂ થયા બાદ દાણચોરીના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.