ETV Bharat / city

જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?

ગુજરાતમાં ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકાને (Surat Municipal Corporation) છોડી અન્ય મહાનગર પાલિકાઓ દ્વારા જાહેર સ્થળ પર ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ (issue of removal of nonveg lorries)મૂકવામાં આવ્યો છે. સુરત મીની ભારત તરીકે ઓળખવામાં આવે છે અને સુરત શહેરમાં સ્ટ્રીટ ફૂડ કલચર વધારે છે ત્યારે આ પ્રતિબંધ શહેરમાં લોકો અને ઈંડા તેમજ નોનવેજની (egg-nonveg) લારીઓ ચલાવનારા લોકો માટે રોષનો મુદ્દો બની શકે છે આ જ કારણે સુરત મહાનગરપાલિકાએ નોનવેજ અને ઈંડાની લારીઓની જગ્યાએ ટ્રાફિક અને દબાણ ઉત્પન્ન કરનાર તમામ લારીઓ હટાવવાની (Decision to remove lorries obstructing traffic) ઝુંબેશ શરૂ કરી છે.

જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?
જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?
author img

By

Published : Nov 17, 2021, 4:20 PM IST

  • નોનવેજ અને ઈંડાની લારીઓની જગ્યાએ ટ્રાફિક અને દબાણ ઉત્પન્ન કરનાર લારીઓ હટાવવાની ઝુંબેશ
  • અન્ય મહાનગરપાલિકાઓ દ્વારા જાહેર સ્થળ પર ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ
  • ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઈંડા અને નોનવેજની લારીઓને લઈને વિવાદ સર્જાયો

સુરત : એક તરફ રાજ્યના રાજકોટ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ સહિત અમદાવાદમાં ઈંડા નોનવેજની લારીઓ હટાવવાની ( issue of removal of nonveg lorries) ઝુંબેશ શરૂ કરાઈ છે, ત્યારે બીજી બાજુ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા ટ્રાફિકમાં નડતરરૂપ હોય તેવી લારીઓ (Decision to remove lorries obstructing traffic), ફેરિયાઓને હટાવવા ઝુંબેશ શરૂ કરાઇ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઈંડા અને નોનવેજની લારીઓને લઈને વિવાદ સર્જાયો છે ત્યારબાદ એક બાદ એક રાજ્યની મહાનગરપાલિકાઓએ જાહેર સ્થળ પર ઈંડા અને નોનવેજની (egg-nonveg) લારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ એમાં સુરત સામેલ નથી. સુરત મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે માત્ર ઈંડા કે નોનવેજની લારીઓ નહીં પરંતુ લોકોને અને ટ્રાફીકને અડચણરૂપ થનાર તમામ લારીઓને હટાવવામાં આવશે.

50 હજારથી વધુ લારી અને ફેરિયાઓ કાર્યરત

વેજિટેરિયન નોનવેજિટેરિયન સાથે સુરતમાં એગીટેરિયન લોકોની સંખ્યા સૌથી વધારે છે. અનુમાન મુજબ રોજે સુરતમાં 17 લાખ થી વધુ ઈંડા લોકો રોજે ખાઈ જતા હોય છે. સુરતમાં 1500થી વધુ રેસ્ટોરન્ટ, હોટેલ અને લારીઓ ઈંડાની ચાલે છે. આશરે 50 હજારથી વધુ લારી અને ફેરિયાઓ કાર્યરત છે. બીજી બાજુ સુરતમાં સ્ટ્રીટ ફૂડ કલચર હોવાના કારણે આ તમામને હટાવવું ખૂબ જ વિવાદિત રહી શકે છે આ જ કારણ છે કે સુરત મહાનગરપાલિકાએ માત્ર ટ્રાફિક ને અડચણરૂપ લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. આવી રીતની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવે છે દબાણ ખાતા દ્વારા જ્યાં પણ ટ્રાફિકને નડતરરૂપ થાય તેવી લારીઓ જપ્ત કરવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી

ઈંડા સસ્તા પડે છે

છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે એક ઇંડાનો ભાવ પાંચ થી છ રૂપિયા હોય છે. ઘરે બનાવવાનું પણ સસ્તું હોય છે અને બહાર પણ લારીઓમાં સસ્તા ભાવે વાનગી મળી જતી હોય છે. સાથોસાથ પૌષ્ટિક પણ હોય છે બીજી બાજુ સુરતમાં પરપ્રાંતિયોની સંખ્યા વધારે છે અને તેઓ શ્રમિક વર્ગના લોકો છે મોટાભાગે પરિવારથી દૂર રહે છે અને આવા લોકો કાં તો પોતે જમવાનું બનાવે છે અથવા તો આ લારીઓ પરથી જમવાનું પસંદ કરે છે, જેમાં તેમને ઓછી કિંમતે ભરપેટ જમવાનું મળી જતું હોય છે. હજારોની સંખ્યામાં લારીઓના કારણે લોકોને રોજગારી પણ મળે છે.

લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે એ તેમનો અધિકાર છે

અન્ય મહાનગરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ સુરતમાં આ નિર્ણય જુદી રીતે લેવાયો છે જેમાં શાકાહારી અને માંસાહારી બન્ને લારીઓ જે ટ્રાફિકને નડતરરૂપ થશે તેને જપ્ત કરવામાં આવશે. આ નિર્ણય અંગે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોધવાળાએ જણાવ્યું હતું કે, મુખ્ય સમસ્યા ટ્રાફિકને નડતર રૂપ લારીઓની છે. લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે એ તેમનો અધિકાર છે જેથી મુખ્ય સમસ્યાને દૂર કરવું ખૂબ જ જરૂરી છે આ માટે જે જગ્યાએ લારી અને ફેરિયાઓના દબાણ થતું હોય તે દૂર કરવાનો નિર્ણય કરાયો છે.

મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખ જુદા જુદા નિવેદન

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાધવાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં એક સંપ નથી તેમના મહાનગરપાલિકાના સત્તાધીશો અલગ નિર્ણય કરે છે જ્યારે તેમના મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખ એના કરતાં જુદા નિવેદન આપતા હોય છે. ભાજપ શાસિત મહાનગરોમાં એક બાજુ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે જ્યારે ગાંધીનગર અને સુરતમાં તેનાથી વિપરીત નિર્ણય જોવા મળે છે એ ભાજપના અંતર કલહનો એક ઉદાહરણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રસ્તા પરથી નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયનો વિરોધ, આવતીકાલે હાઇકોર્ટમાં જશે લારી- ગલ્લા પાથરણા સંઘ

ઝીરો દબાણ અને ટ્રાફીકને અડચણરૂપ લારીઓ દુર કરવામાં આવશે

આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરત રસ્તામાં ટ્રાફિકને અડચણરૂપ કે પછી ઝીરો દબાણના રૂટ પર જો લારીઓ હશે તે જ હટાવવામાં આવશે આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે અને તપાસમાં જો કે લારી-ગલ્લા પર અખાદ્ય પદાર્થનુ વેચાણ કરતી કોઈ સંસ્થા ધ્યાનમાંં આવશે તો તે હટાવવામાં આવશે તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે ઝીરો દબાણ અને ટ્રાફીકને અડચણરૂપ કોઈ પણ હશે તેને દુર કરવામાં આવશે.

હિન્દુ સંગઠનો ઈંડા અને નોનવેજની લારી પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં

જ્યારે અન્ય મહાનગરપાલિકા દ્વારા ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે ત્યારે સુરતમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ હેલ્પ લાઈન અને ઇન્ડિયા હેલ્થ દ્વારા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે જાહેર રસ્તા પરની નોનવેજની લારી અને રસ્તા પરના ગેરકાયદેસર જમીન પર બંધાયેલો સ્ટોલ તાત્કાલિક હટાવવામાં આવે સાથે જણાવવામાં આવ્યું છે કે પ્રાણીઓ પ્રત્યેની સદભાવના આપણા ધાર્મિક સંસ્કૃતિ અને ધર્મગ્રંથોમાં પણ લખાયેલી છે જાહેર સ્થળથી નોનવેજની લારીઓ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.