લિવ ઇનમાં રહેતી યુવતીના સંબંધથી નારાજ માતાએ ઠપકો આપતા યુવતીએ નદીમાં છલાંગ લગાવી હતી. જોકે નદીમાં પાણી ન હોવાના કારણે કીચડમાં ફસાઈ ગઈ હતી અને સ્થાનિક માછીમારોએ બચાવી લીધી હતી.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સરદાર બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ બનાવની જાણ થતા જ સ્થાનિક માછીમારો દોડી આવ્યા હતા અને મહિલાને બચાવી લીધી હતી. તાપી નદીમાં પાણી ઓછું હોવાના કારણે મહિલાનો બચાવ થયો હતો લોકોએ યુવતીને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. વધુમાં યુવતીનો પરિવાર સાથે ઝગડો થતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. યુવતી લિવ ઇનમાં રહેતી હતી. જેનાથી માતા નારાજ હતી અને ઠપકો આપતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.