ETV Bharat / city

સુરતના ગરબા આયોજકોએ મોટા આયોજનો કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો - મોટાપાયે ગરબાના આયોજનો

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રી અંગેની પરવાનગી કેટલીક છૂટછાટ અને નિયંત્રણ સાથે આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે સુરતના ગરબા આયોજકોએ મોટા આયોજનો કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે.

સુરતના ગરબા આયોજકો મોટા આયોજનો કરવાનો નિર્ણય માંડી વાળ્યો

author img

By

Published : Sep 12, 2020, 8:22 PM IST

સુરત: દર વર્ષે સુરતમાં મોટાપાયે ગરબાના આયોજનો કરનાર હિરેન કાકડીયા અને ડેનિભાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ભલે છૂટછાટ અને નિયંત્રણ સાથે નવરાત્રીના આયોજનો કરવાની પરવાનગી આપે, પરંતુ આયોજકો પાસે તેટલો સમય હવે રહ્યો નથી. દર વર્ષે મોટાપાયે અયોજનો 6 માસ અગાઉ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જેમાં જાહેરાત અને સ્પોન્સરશિપ પણ શોધવી પડે છે. જો કે હવે એટલો સમય નથી રહ્યો કે જાહેરાતો અને સ્પોન્સરશીપવાળી કંપનીને શોધી શકાય. કોરોનાની મહામારી વચ્ચે હાલના સંજોગોમાં સ્પોન્સરશિપ મળવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી આ વખતના આયોજનો માંડી વળવામાં આવ્યા છે. જો કે શેરી ગરબાના આયોજનને પરવાનગી આપવામાં આવવી જોઈએ, જેથી નાના વેન્ડરને રોજગારી પણ મળી શકે.

સુરતના ગરબા આયોજકોએ મોટા આયોજનો કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો

દર વર્ષે નવરાત્રી દરમ્યાન ગરબાના મોટા-મોટા આયોજનો થતા હોય છે. કોમર્શિયલ ગરબાની સાથે શેરી ગરબાના આયોજનો ઠેર-ઠેર જોવા મળતા હોય છે. જો કે આ વખતે કોરોનાની મહામારીના કારણે નવરાત્રિના આયોજનોને પણ મોટું ગ્રહણ નડે તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના આયોજનો કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જેથી લોકોને આશા છેકે સરકાર કેટલીક છુટછાટ સાથે ગરબાના આયોજનો ની પરવાનગી આપશે.

પરંતુ જો ગરબાના આયોજનો થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતાઓ પણ રહેલી છે. જેથી સુરતના ખેલૈયાઓ દ્વારા પ્રાચીન સમયે જે ગરબા યોજાતા હતા, તે રીતે અર્વાચીન ગરબાનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે. જ્યાં માત્ર શેરીની વચ્ચે માતાજીનો ફોટો મુકી દરેક લોકો ઘરની બાલ્કનીમાંથી તાળી અને ચપટી વગાડી માં અંબેની આરાધના કરે તેવી લાગણી સુરતના ખેલૈયાઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.