- સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જનની શરૂઆત થઇ ગઈ
- શ્રીજીની આખો ભીની વિદાઈ
- આ વખતનું વિસર્જન કંઈક અલગ જ છે
સુરત: શહેરમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જનની શરૂઆત થઇ ચૂકી છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કુલ 19 કુત્રિમ તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવશે. આ વખતે વિસર્જન માટેની પ્રક્રિયા ઝોન વાઇઝ વહેંચવામાં આવી છે. જે તે વિસ્તારના લોકોને પોતાના જ વિસ્તારોમાં આવેલા કૃત્રિમ તળાવમાં ગણપતિ વિસર્જન કરવાનું રહેશે. ડુમસ બીચ તથા તાપી નદીમાં જ્યાં દરિયાકાંઠે ત્યાં પણ ગણપતિ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
શહેરના રાજમાર્ગ સહિતના રસ્તાઓ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો
ગણપતિ વિસર્જનને કારણે શહેરના રાજમાર્ગ સહિતના રસ્તા ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. તે સાથે જ સુરતના અઠવાથી ડુમ્મસ સુધીની એક જ લાઈન ચાલુ રાખવામાં આવી છે. જેથી બીજી લાઈન ઉપર ગણપતિ વિસર્જન માટે બનાવવામાં આવેલા વી.આર મોલ પાસે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકાશે. ગણપતિ વિસર્જન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. આ વિસર્જનમાં રાજ્ય સરકારના નિયમ પ્રમાણે કુલ 15 લોકો જ જઈ શકશે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા આ ગણેશ વિસર્જન મોડી રાત સુધી ચાલે એવું કહી શકાય છે. કારણ કે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. શહેરમાં કુલ એક ફૂટથી લઈને ચાર ફૂટ સુધીની પ્રતિમાઓ કુલ 35 હાજર જેટલી છે. તેમાંથી 40 ટકા મૂર્તિઓ ઘરના આંગણે જ વિસર્જન કરવામાં આવશે. બાકીની 60 ટકા મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે.
સુરત પોલીસ કમિશ્નરની કચેરીથી બાજનજર રાખવામાં આવી રહી છે: વિધિ ચૌધરી
DCP વિધિ ચૌધરીએ કહ્યું કે, તમામ સુરત શહેર પોલીસ 6 વાગ્યાંથી બંદોબસ્ત ચાલુ છે અને એક દમ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જે પણ 19 કુત્રિમ તળાવ છે, ત્યાં CCTV લગાવવામાં આવેલા છે. તેમની તમામ ફીડ સુરત પોલીસ કમિશ્નર ઓફિસમાં આવી રહી છે. ત્યાં પણ DCP રહેલા એક અધિકારી સતત બાજ નજર રાખી રહ્યા છે. જે લોકલ સ્ટાફ છે. DCP, PCB, SOG એ તમામ સ્ટાફ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. તેઓ વાર્તાઓ છે ત્યાં AMC તથા પોલીસ હાજર છે. એક દમ ફ્રી ફૂલ વાતાવરણમાં ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે તથા બહારથી ટોટલ 9000 પોલીસ ફોર્સ કર્યા કરી રહી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ SRP ની ટીમો પણ છે. તેઓ કોમ્યુનિટી વિસ્તારમાં ખડે પગે હાજર છે. ધીમી ગતિથી ગણપતિજીનું વિસર્જન ચાલુ છે. લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળી રહ્યા છે.
સર્વધર્મ સમન્વય એકતાનો મેસેજ સમાજમાં જાય છે: અમરીશાનંદજી મહારાજ
અમરીશાનંદજી મહારાજે કહ્યું કે, દર વર્ષે આ પરંપરા છે આપણે બધા એક છીએ. આજે તહેવાર છે ફક્ત હિંદુ નથી પરંતુ સમગ્ર સુરત શહેરનો છે. તેથી જે અલગ અલગ સમાજ છે અહીંયા. હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, પારસી સમાજ, જૈન સમજ બધા જ સમાજના આગેવાનો અહીં આવે છે અને બધા સાથે મળીને વિસર્જનનું સરઘસ જે પ્રક્રિયા છે તે પણ આપણે આજે અહીં કરીશું. આ રીતે એક સર્વધર્મ સમન્વય એકતાનો મેસેજ સમાજમાં જાય છે. એ અમારી માટે ખૂબ જ આનંદની વાત છે. જય હિન્દ જય ભારત.
1989માં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ ની જવાબદારી પણ મેં સાંભળી છે: સી.આર.પાટીલ
સી.આર.પાટીલે કહ્યું કે, આજે અનંત ચૌદશને ગણેશ વિસર્જનનો દિવસ છે. છેલ્લા દસ દિવસ સુધી ગણપતિ બાપાની સ્થાપના મંડપમાં, ઘરમાં કર્યા પછી પૂજા અર્ચના કર્યા પછી આનંદ ચૌદશના દિવસે વિસર્જન કરવામાં આવે છે. મારા ખ્યાલથી ગુજરાતમાં સૌથી વધારે ગણપતિ બેસે તો સુરત શહેરમાં બેસે છે. વર્ષોથી લાખો લોકો ગણપતિજીની સ્થાપના થાય અને વિસર્જન થાય એમાં ભાગ લેતા હોય છે. 1989માં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની જવાબદારી પણ મેં સાંભળી છે. તે સમય દરમિયાન અમરીશાનંદજી મહારાજે મને આ જવાબદારી આપી હતી. હું વિનંતી કરું છું કે સુરત પોલીસને પણ તેમના કામમાં મદદ કરો. તે તમારા સુરક્ષા માટે છે તમારા વ્યવસ્થા માટે છે. તમને મદદ કરી રહ્યા છે. આવો આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનનો દિવસ શાંતિથી પસાર થાય સરળતાથી આકાર્ય પૂર્ણ થાય તે માટે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ.
બાપાનો આભાર માનીયે છીએ: ગણેશ ભક્ત
એક ગણેશ ભક્તે કહ્યું કે, અમને એક વર્ષ પછી આ રીતે ગણપતિ વિસર્જન હર્ષો ઉલ્લાસ સાથે મોકો મળ્યો છે. એ બદલ અમે બહુ જ ખુશ છીએ અને બાપાનો આભાર માનીયે છીએ. અમે આ રીતે બાપાના વિસર્જનની ઉજવણી કરી રહ્યા છીએ. બાપાને અમે આ જ વિનંતી કરીશું કે, આ કોરોના મહામારીને દૂર કરે. બાપાનો ઉત્સવ હર્ષોલ્લાસથી કરતા હતા તે કરતા જ રહીએ.