ETV Bharat / city

મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેક્સિન પર સવાર થઈ આવી રહ્યા છે ગજાનન

કોરોના(Corona) મહામારીમાં ત્રાસી ગયેલા લોકો ગણપતિનો તહેવાર આવતા ગણપતિની પ્રતિમા બનાવવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવે કોરોનાના સમયમાં ગજાનન મૂષક રાજ પર નહિ, પરંતું કોરોના વેક્સિન(Corona Vaccine) પર સવાર થઇને આવશે. આ વખતે કોરોના(Corona) મહામારીને ધ્યાને રાખતા કોરોનાની થીમ પર ગજાનન(gajanan)ની પ્રતિમા બનાવવામાં આવી રહી છે.

કોરોના વેક્સિન પર સવાર થઈ આવી રહ્યા છે ગજાનન

author img

By

Published : Jul 29, 2021, 12:21 PM IST

  • ગણપતિ બાપાના આગમનને 45 દિવસો બાકી છે
  • નીરવ ઓઝાએ લોકોને જાગૃત કરવા માટે ગણેશજીની ખાસ પ્રતિમા બનાવી છે
  • હાથમાં કોરોના વેક્સિન અને સિરિન્જ પર સવાર થઈને ગણપતિબાપા વિરાજમાન છે

સુરત: કોરોના (Corona)કાળમાં ત્રસ્ત થઈ ગયેલા ભક્તો માટે આ વખતે ગજાનન મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેક્સિન(Corona Vaccine) પર સવાર થઈને આવશે. સુરતના મૂર્તિકાર કે જેઓ ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ કરી ચૂક્યા છે, તેઓએ લોકોને જાગૃત કરવા માટે ગણેશજીની ખાસ પ્રતિમા બનાવી છે. આ પ્રતિમામાં ગણપતિ બાપ્પા હાથમાં કોરોનાની વેક્સિન (Corona Vaccine)સાથે સિરિન્જ પર સવાર છે.

કોરોના વેક્સિન પર સવાર થઈ આવી રહ્યા છે ગજાનન

આ પણ વાંચો- વડોદરામાં વાસુદેવની થીમ પર ગણપતિ પંડાલનું કરાયું ડેકોરેશન

ગણપતિબાપાના આગમનને 45 દિવસો બાકી છે

ગણપતિબાપાના આગમનને 45 દિવસો બાકી છે. કોરોનાકાળથી(Corona) વિઘ્નહર્તા બચાવે આ કામના દરેક ગણેશ ભક્ત કરે છે. ગયા વર્ષે ગણપતિબાપા કોરોનાનો વધ કરી રહ્યા છે, તેવી પ્રતિમાઓ જોવા મળી હતી અને આ વખતે સુરતના ગણેશ પ્રતિમાના મૂર્તિકાર નીરવ ઓઝાએ એક ખાસ પ્રતિમા બનાવી છે. કોરોનાને મ્હાત આપવા વેક્સિન તો આવી ગઈ છે, પરંતુ ત્યાં અનેક લોકો હજુ પણ વેક્સિન મૂકાવવાથી ભયભીત થઈ રહ્યા છે અને અફવાઓ પર ધ્યાન આપી રહ્યા છે.

મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેક્સિન પર સવાર થઈ આવી રહ્યા છે ગજાનન
મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેક્સિન પર સવાર થઈ આવી રહ્યા છે ગજાનન

લોકો વેક્સિન મૂકાવવા જાય તે હેતુથી કોરોના વેક્સિનની થીમ પર પ્રતિમા બનાવાઇ

ગણેશભક્તો સૌથી વધુ વિશ્વાસ ગણપતિબાપા પર રાખે છે. આ જ કારણ છે કે, નીરવ ઓઝાએ જાગૃતિના હેતુસર એવી પ્રતિમા બનાવી છે જેમાં હાથમાં કોરોના વેક્સિન અને સિરિન્જ પર સવાર થઈને ગણપતિબાપા બિરાજમાન છે. જેને જોઈને લોકો કોરોના વેક્સિન(Corona Vaccine)લગાવે તેવો ઉદ્દેશ નીરવ ઓઝાનો છે.

આ પણ વાંચો- બાપાના ઉત્સવ પર કોરોનાનું ગ્રહણ, 'લાલબાગ ચા રાજા'ની સ્થાપના નહી થાય

લોકોના મનમાં હજુ પણ વેક્સિનને લઈને ભય છે

ગણપતિબાપા પોતે આ વખતે લોકોને જાગૃત કરવા માટે કોરોના વેક્સિન (Corona Vaccine)પર સવાર થઈને આવી રહ્યા છે. કોરોના કાળમાં લોકોને જાગૃત કરવાના હેતુથી સુરતના મૂર્તિકારે આ અનોખી પ્રતિમા બનાવી છે. નીરવ ઓઝાએ જણાવ્યું હતું કે, લોકોના મનમાં હજુ પણ વેક્સિનને લઈને ભય છે. આમ તો ગણપતિબાપા મૂષક રાજ પર સવાર થઈને આવતા હોય છે, પરંતુ આ ખાસ પ્રતિમા એ માટે બનાવી છે જેથી લોકોનો વેક્સિન (Corona Vaccine)પ્રત્યે વિશ્વાસ બેસે અને વેક્સિન લગાવવા જાય. ઉલ્લેખનીય છે કે, મૂર્તિ બનાવનાર નીરવ ઓઝાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ નોકરી કરવાની જગ્યાએ ઈવેન્ટ ઓર્ગનાઈઝ પણ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.