ETV Bharat / city

રાજ્ય FRC દ્વારા 25 ટકા ફી લેવાનો નિર્ણય, તેમાં છતાં સુરત શહેરની સ્કૂલો દ્વારા લેવાય છે 100 ટકા ફી - Surat

રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે 2020-21માં સ્કૂલ ફી અંગે 25 ટકાની રાહત આપવા છતાં સ્કૂલ દ્વારા પુરેપુરી ફી લેવામાં આવે છે, તેવા શહેરના વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેરની સ્કૂલો દ્વારા લેવાય છે 100 ટકા ફી

author img

By

Published : Aug 3, 2021, 8:06 PM IST

  • FRC દ્વારા 25 ટકા ફીમાં રાહત આપવામાં આવી હતી
  • હજુ સ્કૂલ સંચાલકો દ્વારા પુરેપુરી ફી લેવામાં છે
  • વાલીઓએ સૌથી પેહલા વિચારવું જોઇએ કે કઈ સ્કૂલો દ્વારા વધુ ફી લેવામાં આવે છે: સ્કૂલ સંચાલક

સુરત: ગુજરાત રાજ્ય સરકારના FRC દ્વારા ગયા વર્ષે એટલે કે 2020-21માં કોરોના મહામારીના કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા હતા. તે વખતે શિક્ષણને લઈને રાજ્ય સરકાર FRC દ્વારા રાજ્યની તમામ સ્કૂલોને નોટિસ આપવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓ પાસેથી જે ફી લેવામાં આવે તેમાં 25 ટકા ઘટાડો કરીને લેવામાં આવે. ત્યારે કોરોનાના કારણે હજુ જે વિદ્યાર્થીઓ ફી ભરી શક્યા નથી અને હાલ ફી ભરવા જાય છે, ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા પુરેપુરી ફી લેવામાં છે.

સુરત શહેરની સ્કૂલો દ્વારા લેવાય છે 100 ટકા ફી

આ પણ વાંચો- ગોંડલની સમર્પણ સ્કૂલે લાખો રૂપિયાની વિદ્યાર્થીઓની સ્કૂલ ફી કરી માફ

વારંવાર વાલીઓ અમારી પર ખોટા આક્ષેપો કરતા હોય છે: સ્કૂલ સંચાલક

આ પુરેપુરી ફી વસૂલવાને લઇને વાલીઓ દ્વારા વારંવાર સ્કૂલ સંચાલકો વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા એમ કહેવામાં આવે છે કે, વારંવાર વાલીઓ અમારી પર ખોટા આક્ષેપો કરતા હોય અને ખાલી માત્ર ફીનો જ મુદ્દો છે, આ રીત ખોટી છે.

શિક્ષણનો ગુણવતાનો પ્રશ્ન કયારે ચર્ચાતો નથી

આ બાબતે સ્કૂલના આચાર્ય દ્વારા કહેવામાં આવ્યુ કે, મને એ સમજ નથી પડતી કે, કેટલા બધા મુદ્દાઓ છે. તેમાં શિક્ષણની ગુણવતાનો પ્રશ્ન ક્યારે ચર્ચાતો નથી. જયારે જોઈએ ત્યારે ફી મુદ્દે જ આક્ષેપો કરતા હોય છે. મને એ નથી સમજાતું કે, વાલીઓ તમામ જગ્યા પર વધેલા ભાવો ચૂકવે છે. કેટલા બધા ફરવા લાયક સ્થળ હાલ પેક છે, ઘણા બધા ખર્ચાઓ કરે છે, ઘણી બધી જગ્યાએ પેટ્રોલ ફૂંકાય છે. મને નથી સમજાતું કે, આ વાલીઓની આ વૃત્તિ કેવી છે.

વાલી મિત્રો સીધો ફાયદો ના વિચારો શાળાઓને સ્પોર્ટ કરતા શીખો

વાલીઓ ખોટા એલીગેશન કર્યા કરે છે. શાળાઓ દ્વારા ચોક્સસ FRC મુજબની જ ફી લીધી છે અને તે સાબિત થઇ શકે એમ પણ છે. શાળા પસંદી એ તમારો વિષય છે. છતાં તમે શાળા પસંદ કરી. જે બાળકો માટે વાલીઓ લાખો રૂપિયા ડોનેશન આપી હાયર એજ્યુકેશનમાં મૂકે છે, તો ગુણવંત્તાનો પ્રશ્ન વિચારવો જોઇએ. હાલ શાળામાં સીધી ફી આપીને શાળાની ગુણવતાનો પ્રશ્ન વિચારવાનો આવે તો બાળકની ગુણવતા ટકી રહે અને જે ઊંચી ફી આપવી પડે છે તે નહી આપવી પડે. વાલીઓ સીધો ફાયદો ના વિચારો શાળાઓને સ્પોર્ટ કરતા શીખો. એવો સમાજ ક્યારે બનશે, જયારે વાલીઓ કહેશે શાળાઓ અમારી છે. તેને સ્પોર્ટ કરવાની અમારી ફરજ છે.

ગુજરાતની 70 થી 80 ટકા સ્કૂલો એવી છે, જેઓ FRCની નક્કી કરેલી ફી કરતા ઓછી ફી લે છે

સ્કૂલના ટ્રસ્ટીએ કહ્યું કે. વાલીઓએ સૌથી પેહલા વિચારવાનું કે કઈ સ્કૂલો દ્વારા વધુ ફી લેવામાં આવે છે. કારણ કે, એક-બે સ્કૂલોના કારણે બધી જ સ્કૂલો બદનામ કરવાનો પ્રશ્ન રહેતો નથી. FRC દ્વારા જે ફી ધોરણ નક્કી કરવામાં આવ્યું હોય એના કરતા પણ ફી ઓછી લેનારી સ્કૂલો પણ છે અને જે લોકોએ ફક્ત એફિડેવિટ જ રજૂ કર્યું છે, પ્રપોઝલ તો આપ્યું જ નથી. પ્રપોઝલ ક્યારે આપવાનું હોય, જયારે FRC દ્વારા નક્કી કરેલી ફીથી વધારે ફી આપવાની હોય, પરંતુ ગુજરાતની અંદર 70થી 80 ટકા સ્કૂલો એવી છે, જે FRCએ નક્કી કરી હોય એના કરતા ઓછી ફી લેતા હોય છે. એટલે વાલીઓએ આ રીતે એલીગેશન કરવું ન જોઈએ. પેહલા તો તપાસ કરવી જોઈએ કે કઈ સ્કૂલો આ રીતે ફૂલ ફી લઇ રહી છે.

અમુક શાળાઓએ ફી માફ કરી નથી

વાલીમંડળે કહ્યું કે, શહેરના વાલીઓની હજુ પણ ફરિયાદો આવી રહી છે. ગયા વર્ષે રાજ્ય સરકારે જે 25 ટકા ફી માફ કરી, પરંતુ અમુક શાળાઓએ ફી માફ કરી નથી. સ્કૂલો દ્વારા પુરેપુરી 100 ટકા ફી લેવામાં આવે છે, તો અમે સરકારને વિનંતી કરીએ છે કે, જે ગત વર્ષે 25 ટકા ફી માફ કરી હતી અને જે શાળાઓ માનવા તૈયાર નથી તે શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો- પોરબંદરઃ જે. વી. ગોઢાણીયા ઈંગ્લીશ સ્કૂલમાં વાલીઓએ સ્કૂલ ફી મામલે હોબાળો મચાવ્યો

આ વર્ષે પણ વાલીમંડળ અને વાલીઓ 50 ટકા ફીની માગ કરી રહ્યા છે

કોરોનાની બીજી લહેરમાં દરેક પરિવાર કોઇને કોઇ રીતે કોરોનામાં સપડાયો હતો અને આર્થિક પરિસ્થિતિ નબળી બની હતી. અમે સરકારને વિનંતી કરીએ છે કે, આ વર્ષે પણ વાલીમંડળ અને વાલીઓ 50 ટકા ફીની માગ કરી રહ્યા છે. આ બાબતે સરકાર ધ્યાન દોરે અને વાલીઓને મદદરૂપ થાય. ગત વર્ષે ફીના કારણો સર હજુ પણ વાલીઓને પરિણામો, એલસી આપવામાં આવી નથી. આવી ઘણી બધી ફરિયાદો દરેક જિલ્લાની અંદર આવી રહી છે. તો સરકારને વિનંતી કે આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તથા બને એટલા જલ્દી 50 ટકા ફીમાં રાહત આપી વાલીઓને મદદરૂપ થાય.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.