- ઉમરપાડા તાલુકામા આંગણવાડીના બાળકોને યુનિફોર્મનું વિતરણ
- આદિવાસી તાલુકા ઉમરપાડામાં 162 આંગણવાડીમાં યુનિફોર્મ વિતરણ
- તાલુકાના 3757 બાળકોને કરાયું યુનિફોર્મનું વિતરણ
સુરત : ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને મફત બે-બે જોડી Uniform આપવાની યોજના લાગુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આદિવાસી તાલુકો ઉમરપાડામાં 162 આગણવાડી કેદ્રોમાં 3757 બાળકોને પણ બે બે જોડી યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Uniform distribution : જામનગરમાં આંગણવાડીના ભૂલકાઓને રાજ્ય પ્રધાનના હસ્તે અપાયા ગણવેશ
વાલીઓએ સરકારનો તેમજ ધારાસભ્ય ગણપત વસાવાનો આભાર માન્યો
આ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હોદ્દેદારો, આજુબાજુ ગામના સરપંચો, તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને બે-બે જોડી Uniform ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. વાલીઓએ સરકારનો તેમજ સ્થાનિક ધારાસભ્ય ગણપત વસાવાનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : રીક્ષા ચાલકો માટે એપ્રોન યુનિફોર્મના નિયમને લઇ સુરતમાં વિરોધ