- બારડોલી પ્રદેશ કેળવણી મંડળે ઉભુ કર્યું આઈસોલેશન સેન્ટર
- આ સેન્ટરમાં દર્દીઓની નિઃશુલ્ક સેવા કરવામાં આવશે
- આઈસોલેશન સેન્ટરમાં 30 બેડની કરવામાં આવી વ્યવસ્થા
બારડોલીઃ બારડોલી પ્રદેશ કેળવણી મંડળે બોરડોલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસની હોસ્ટેલમાં 30 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કર્યું છે. સંસ્થાના માનદ મંત્રી કિરીટ પટેલના હસ્ટે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહીં તમામ બેડની સાથે ઓક્સિજનની સુવિધા પણ રાખવામાં આવી છે. આ સાથે જ અહીં 15 નર્સિંગ સ્ટાફ કોરોનાના દર્દીઓની સેવા કરશે.
![બારડોલી પ્રદેશ કેળવણી મંડળે ઉભુ કર્યું આઈસોલેશન સેન્ટર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11492965_covidd_a_gj10039.jpg)
આ પણ વાંચોઃ સોમનાથ મંદિર ટ્રસ્ટનો મહત્ત્વનો નિર્ણય, લીલાવતી અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
બારડોલીના ફિઝીશયન આપશે સેવા
આ આઈસોલેશન સેન્ટરમાં એલોપેથી, આયુર્વેદ વિભાગના ફિઝિશિયનની પણ નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ 15 જેટલો નર્સિંગ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. આ સેન્ટરમાં બારડોલીના ફિઝીશયન ડૉ. ભાવિનકાંત ચૌધરી પોતાની સેવા અપાશે.
![અહીં 15 નર્સિંગ સ્ટાફ કોરોનાના દર્દીઓની સેવા કરશે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11492965_covidd_b_gj10039.jpg)
આ પણ વાંચોઃ પોરબંદરમાં 5મું કોવિડ કેર સેન્ટર શેઠ NDR હાઈસ્કૂલમાં શરૂ કરાયું
તમામ દર્દીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક
આ આઈસોલેશન સેન્ટર દર્દીઓને રહેવા જમવાની સુવિધા ઉપરાંત યોગ, પ્રાણાયામ અને મેડિટેશનની સુવિધા પણ ઉપલબ્ધ હશે.
હાલમાં જ યુનિવર્સીટી કેમ્પસમાં 171 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું
વર્તમાન સંજોગોમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીનું મહત્વનું યોગદાન રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા 850 બેડની સુવિધા સરકારને આપવામાં આવી છે. આ પૈકી 171 બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. આમાંથી 80 બેડ પર ઓક્સિજન મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.