ETV Bharat / city

લાલચ બુરી બલા હૈ : શેરબજારમાં રોકાણનો બહાને લાખો ખંખેર્યા, પોલીસે આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો - લાલચ બુરી બલા હૈ

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને કાપડ (Investing in crypto currencies) દલાલ પાસેથી 29 લાખ પડાવનાર આરોપીની સુરત સાયબર સેલે મહારાષ્ટ્રથી (Fraud Case in Surat) ઝડપી પાડ્યો છે. આ આરોપી સામે દેશભરમાં 9 ફરિયાદ દાખલ છે. ત્યારે કેવી રીતે કાપડના દલાલ ફસાયા જૂઓ

લાલચ બુરી બલા હૈ : શેરબજારમાં રોકાણનો બહાને લાખો ખંખેર્યા, પોલીસે આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો

author img

By

Published : Jul 29, 2022, 4:58 PM IST

સુરત : સુરતના અડાજણના વિસ્તારમાં રહેતા કાપડ દલાલે ટેલિગ્રામ ક્રિપ્ટો બીજ એક્સચેન્જ નામના ગ્રુપમાં જાહેરાત જોઈ સંપર્ક કરતા સસ્તામાં ક્રિપ્ટો કરન્સી (Investing in crypto currencies) મેળવવાના ચક્કરમાં 29 લાખથી પણ વધુ રૂપિયા ગુમાવ્યા હતા. આ સમગ્ર મામલે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતા આ ગુનાના આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી 100 ટકા રકમ બેંક ખાતામાં ફ્રીજ કરાવી હતી.

શેરબજારમાં રોકાણનો બહાને લાખો ખંખેર્યા, પોલીસે આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો

વોટ્સએપ ઉપર રોકાણ કરવાની વાત - અડાજણ પાટીયા ખાતે આવેલી નિશાળ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય અહમદ રજા મોહમ્મદ યાસીન પટેલ કાપડના દલાલ છે. તારીખ 18મી જૂને ટેલિગ્રામ એપ્લિકેશનમાં ક્રિપ્ટો બીજ એક્સચેન્જ નામના ગ્રુપમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અંગેની લોભામણી જાહેરાત જોઈ તેઓએ સંપર્ક કર્યો હતો. જેમાં કંપનીના સુપરવાઈઝર ઓમકારના મોબાઈલ નંબર પર વોટ્સએપ ઉપર રોકાણ કરવાની વાત કરી હતી. ઓમકારએ કંપનીના CEO રાહુલ વિજય રાઠોડનો મોબાઇલ નંબર આપ્યો હતો. જેથી અહમદ તે નંબર પર વાત કર્યા બાદ અહમદ રજાએ અને તેના ભાઈએ સસ્તામાં ક્રિપ્ટો કરન્સી લેવાના ચક્કરમાં ટુકડે ટુકડે કરીએ 21મી જૂન સુધી 29.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચો : સાવધાન..! દ્વારકા SOGએ પકડી પાડેલા ઠગની સુનેહરી કહાની આવી બહાર

20 લાખ જમા નહીં કરાવી છેતરપિંડી - મળતી માહિતી મુજબ મોહમ્મદ ગુલાલના વોલેટમાં 9.50 લાખ USTAD કોઇન જમા કરાવ્યા હતા. જ્યારે બાકીના 20 લાખ જમા નહીં કરાવી છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઇમની ટીમે આ ગુનામાં તપાસ હાથ ધરતા એક સોફ્ટવેર કન્સલ્ટન્ટ આરોપી હોવાનું સામે આવ્યું હતું. મહારાષ્ટ્રના પુણા શહેરમાં રહેતા આરોપી અહેમદ ગુલાબ મહંમદની સમગ્ર મામલે (Fraud pretext of investment in Surat) ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : સુરતમાં ફ્રેન્ડશીપના બહાને છેતરપીંડી કરતા ભાઈ-બહેનની ધરપકડ

દેશભરમાં નવ ફરિયાદ - આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી રાહુલ વિજય રાઠોડ તેમજ ઓમકારને હાલ વોન્ટેડ છે. પકડાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ ફોન અને અલગ-અલગ ચાર બેંક એકાઉન્ટમાં 60.73 લાખ રૂપિયા ફ્રીજ કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ દ્વારા ગુજરાતમાં ચાર, આંધ્ર પ્રદેશમાં બે, પંજાબમાં એક, ઉત્તર પ્રદેશમાં એક, તેલંગાણામાં એક મળી કુલ નવ ફરિયાદ થયેલી (Surat Cyber ​​Crime) હોવાની હકીકત જાણવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.