- કોરોનાની ત્રીજી લહેર આવવાની વાત આવી રહી છે સામે
- સુરત પીડિયાટ્રીક એસોસિએશન સજાગ
- ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી
સુરત : દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. બીજી લહેર ખુબ જ ઘાતક પણ નીવડી છે. કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને સુરત શહેરમાં 2 હજાર ઉપર પોઝીટીવ કેસો સામે આવી રહ્યા હતા, પરંતુ હવે ત્રીજી લહેર આવવાની વાત સામે આવી રહી છે અને આ ત્રીજી લહેરમાં બાળકો સંક્મિત થવાના સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં સુરત પીડીયાટ્રીક એસોસિએશન સજાગ થઇ ગયું છે અને તંત્ર સાથે બેઠક કરી આગળની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પીડિયાટ્રીક એસોસિએશન સ્ટાફની ટ્રેનીંગ માટે મહેનત કરી રહ્યું છે
આ અંગે નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે. જેથી સુરત પીડિયાટ્રીક એસોસિએશન સજાગ થઇ ગયું છે. સુરત પીડિયાટ્રીક એસોસિએશન અને તંત્ર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ખાનગી હોસ્પીટલમાં પીડિયાટ્રીક કેટલા બેડ ઉપલબ્દ્ધ છે. બાળકોના સ્પેશ્યાલીસ્ટ કેટલા ડૉક્ટરો છે. તેમજ નર્સિંગ સ્ટાફ તૈયાર કરવા અંગે ચર્ચાઓ થઇ હતી. આ ઉપરાંત જો ત્રીજી લહેર આવે તો કઈ કઈ સારવાર અપાશે તેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પીડિયાટ્રીક એસોસિએશન સ્ટાફની ટ્રેનીંગ માટે મહેનત કરી રહ્યું છે. તેમજ વાલીઓ અને બાળકોને જાગૃત કરવા માટે એક મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર આવે અને 3થી 6 હજાર બાળકો જો એક સાથે હોસ્પિટલમાં દાખલ હોય તો કોવિડ પ્રોટોકોલ ટ્રીટમેન્ટ મળે તે માટે એસોસિએશન પ્રોટોકોલ ટ્રીટમેન્ટ બનાવી રહી છે.
ખાનગી હોસ્પીટલમાં 100 અને સરકારી હોસ્પીટલમાં 128 વેન્ટીલેટર
ડૉ. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, હાલમાં સુરતની ખાનગી હોસ્પીટલમાં 100 અને સરકારી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં NISUPISU મળીને કુલ 128 વેન્ટીલેટર ઉપલબ્દ્ધ છે. જોકે સુરત પીડિયાટ્રીક એસોસિએશન અને તંત્ર સાથે મળેલી મીટીંગમાં એવો નિણર્ય લેવાયો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે અને તેમાં ખ્યાલ નથી કે માત્ર બાળકો જ સંક્મિત થશે કે બાળકો સાથે એડલ્ટ લોકો પણ સંક્મિત થઇ શકે છે. જેથી નવા વેન્ટીલેટર માટે જે ચર્ચાઓ થઇ છે જે નાનામાં નાના બાળકોથી લઈને મોટા લોકો માટે એક્સ્ટ્રા વેન્ટીલેટર ડેટા આવે પછી આગળની મીટીંગમાં તંત્ર સમક્ષ મૂકવામાં આવશે.
વાલીઓ અને બાળકોએ શું સાવચેતી રાખવી ?
ડૉ. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, જે લક્ષણો મોટા લોકોમાં જોવા મળે છે. તે જ લક્ષણો બાળકોમાં પણ જોવા મળી શકે છે, પરંતુ બાળકોમાં કોરોના સિવાય MISCની બીમારી પણ જોવા મળી શકે છે. જેથી તંત્ર સાથે ચર્ચા કરીને MISCની સ્પેશીયલ ટ્રીટમેન્ટ કે જેને IVIG કહેવાય છે. તેનો પણ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યો છે. જેથી આવનારા સમયમાં જો મહામારી અચાનક આવે તો દવાનો પુરતો જથ્થો મળી રહે.
ગર્ભવતી મહિલાઓ ખાસ તકેદારીઓ રાખવી
સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા, પરંતુ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ શું તકેદારીઓ રાખવી. શું તાજા જન્મેલા બાળકોને કોરોના થઇ શકે કે કેમ તે પણ સવાલો ઉભા થઇ રહ્યા હતા. આ અંગે ડૉ. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે અને તેઓએ હાથ ધોવા, માસ્ક પહેરવું, કારણ વગર ઘરની બહાર ન નીકળવું અને હોસ્પિટલમાં જતી વખતે પણ સંપૂર્ણ ગાઈડ લાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો : 40 દર્દીની સુરત સિવિલમાં 15 લાખની સારવાર નિઃશુલ્ક, પહેલાં ખાનગીમાં કરાવી હતી સારવાર
સ્લમ વિસ્તારમાં લોકોને જાગૃત કરાઈ રહ્યા છે
કોરોનાની પ્રથમ લહેરથી જ સુરત પીડિયાટ્રીક એસોસિએશન સજાગ થઇ ગયું છે અને સોશિયલ મીડિયા થકી તબીબો ઓનલાઈન જાગૃત કરી રહ્યા છે, પરંતુ હવે ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે, ત્યારે હવે સુરત પીડિયાટ્રીક એસોસિએશન સ્લમ વિસ્તારમાં રહેતા વાલીઓને લક્ષણો વિશે, ક્યારે હોસ્પિટલ જવું. આ ઉપરાંત તંત્ર સાથે મળીને આંગણવાડીના કર્મચારીઓને ટ્રેનીંગ આપવામાં આવશે. જેથી તેઓ લક્ષણો ઓળખી શકે અને લોકોને જાગ્રત કરાઈ શકે. આ સિવાય એસોસિએશન અને WHO સાથે મળીને એક ઓનલાઇન મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે વાલીઓ અને બાળકોને જાગૃત કરી શકાય તે માટે ઓનલાઈન મોડ્યુલ તૈયાર કરવામાં આવશે.
નવજાત બાળકોને પણ કોરોના થઇ શકે છે
શું તાજા જન્મેલા બાળકોને કોરોના થઇ શકે કે કેમ તે પણ સવાલો ઉભા થઇ રહ્યા હતા. આ અંગે ડૉ. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, નવજાત બાળકોને કોરોના થઇ શકે છે. આ બીજા વેવમાં ઘણા બાળકો એવા જોવા મળ્યા હતા કે જેઓ કોરોના સંક્મિત થયા છે. તેમજ કોરોના સિવાય પણ MIMC બીમારી પણ નવજાત બાળકોમાં જોવા મળે છે. જે કોરોના સિવાય પણ ઘાતક નીવડે છે. જેથી એસોસિએશન દ્વારા સુરતની તમામ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલના કેટલા બેડની સુવિધા છે, નર્સિંગ સ્ટાફ પુરતો છે કે કેમ તે તમામ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને બાદમાં એસોસિએશન દ્વારા તમામ હોસ્પિટલોને ગાઈડ લાઈન આપવામાં આવશે.