સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામે પાસેથી અઠવાડિયા પહેલાં કામરેજ પોલીસે એમ્બ્યુલન્સમાંથી ( fake notes in ambulances ) 25 કરોડથી વધુની નકલી નોટો ઝડપી ( Surat fake currency case ) લીધી હતી અને એક ઇસમની અટકાયત કરી હતી. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવતા મોટાપાયે બ્લેક મનીને વ્હાઈટ કરવાનું કૌભાડ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કૌભાડ આંતરરાજ્ય હોવાથી તપાસ તટસ્થ રીતે થાય SIT ની રચના ( Formation of SIT to probe Rs 317 crore fake note case ) કરવામાં આવી છે, જેમાં આઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. SIT દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઉલ્લેખનીય છેકે અત્યાર સુધીમાં પોલીસે 317 કરોડ જેટલી નકલી નોટો જપ્ત કરી છે.
શું હતી સમગ્ર ઘટના ગત તારીખ 29/09/2022 રોજ કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ ( fake notes in ambulances ) ઝડપી લીધી હતી. એમ્બ્યુલન્સ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાંથી મળી આવેલ છ પતરાની પેટીમાંથી પોલીસને રૂ. 2000 ના દરની નોટના 1290 બડલ મળી આવ્યા હતાં જે બંડલની ગણતરી કરતાં ટોટલ 25,80,000 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે એક એમ્બ્યુલન્સ ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી ( Surat fake currency case ) હાથ ધરી હતી.
તપાસમાં નોટો નકલી હોવાનું જાણવા મળ્યું કામરેજ પોલીસે 2000ના દરની નોટો જપ્ત કરી નોટો નકલી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ નોટો પર મુવી શુટિગ માટે રૂપિયા હોવાનું લખાણ મળી આવ્યું હતું. તેમજ રિઝર્વ બેન્કની જગ્યાએ રિવર્સ બેંકનું લખાણ મળી આવ્યું હતું. ઝડપાયેલ આરોપી પણ સતત મૂવીના શૂટિંગ માટે નોટો હોવાનું રટણ કરી રહ્યો હતો.
કામરેજ પોલીસ રાતમાં સૌરાષ્ટ્ર પહોંચી સુરત ગ્રામ્ય DYSP બી.કે. વનારની ટીમે ઊંડી તપાસ હાથ ધરતા અને ઝડપાયેલા એમ્બ્યુલન્સ ( fake notes in ambulances )ચાલકની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાના વતન મોટાવટના (તા.કાલાવડ જી.જામનગર) વાડામાં નોટો સંતાડી હોવાનું જણાવતા કામરેજ પોલીસ તાત્કાલિક આરોપીના વતનમાં પહોંચી હતી અને તપાસ કરતા પોલીસને 2000, 500, દરની 52.74.04000 ના અંકિત મૂલ્યની બનાવટી નોટો પતરાની પેટીઓમાં ઘાસ નીચે સંતાડેલી મળી આવી હતી.
પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી બેને વોન્ટેડ જાહેર કર્યાં કામરેજ પોલીસે હાલ ત્રણ ઇસમોને ઝડપી ( Surat fake currency case ) લીધા છે તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. 2000, 500, દરની ટોટલ 100 કરોડ રૃપિયાની નોટો બનાવટી હોવાનું પોતે જાણતા હોવા છતાં મેળવી, ખરીદી ગુનાહિત ઇરાદાથી નોટો રાખવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કરોડો રૂપિયાની બનાવટી નોટો ઈસમો ક્યાંથી લાવ્યા હાલ કામરેજ પોલીસ દ્વારા ઈસમો આ બનાવટી ચલણી નોટો ક્યાંથી લાવ્યા શું હેતુ માટે લાવ્યા હતા કોના માધ્યમથી લાગ્યા હતા કઈ જગ્યાએ અને કોના દ્વારા પ્રિન્ટ કરવામાં આવી હતી અન્ય વધુ કેટલા ઇસમોની સંડોવણી છે આ ઉપરાંત અન્ય કઈ કઈ જગ્યાએ આ બનાવટી ચલણી નોટોનો જથ્થો ઘુસાડવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપીઓએ બનાવટી નોટો ક્યાં ક્યાં વટાવેલ છે તેમજ રિકવર કરવાનો બાકીનો બનાવટ ચલણી નોટોનો જથ્થો કોઈ જગ્યાએ સંતાડી રાખ્યો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે 5.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હાલ તો કામરેજ પોલીસ ( Surat fake currency case ) દ્વારા 25 પતરાની પેટી, બનાવટી ચલણી નોટો, એમ્બ્યુલન્સ, ચાર મોબાઈલ, એક લેપટોપ મળી ટોટલ 5.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.